junagadh જિલ્લાના મેંદરડા તાલુકાના એક ગામમાં બે સિંહો(Lion) લટાર મારતા દેખાયા. મેંદરડા તાલુકાના કેનેડીપુર ગામમાં બે સિંહો ગામની શેરીમાંથી નીકળતા દેખાયા હતા. બે સિંહો ગામમાં લટાર મારી રહ્યા હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જો કે ગીર જંગલની આસપાસના ગામોમાં આ પ્રકારના દ્રશ્યો સામાન્ય માનવામાં આવે છે. શિકારની શોધમાં સિંહ ગામડાઓમાં પ્રવેશે છે અને પશુનું મારણ કરતા હોય છે.
બે સિંહો સાથે પશુ પણ સીસીટીવી માં કેદ થયા હતા. એકસાથે બે સાવજો આવી ચડતા કેનેડીપુર ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
રેઢીયાળ પશુ પર હુમલો કરી મારણની મિજબાની માણતા સાવજે રહેણાંક વિસ્તારમાં આંટાફેરા કર્યા હતા. લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.