અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના છેવાળાનું ગામ વાનદીયોલ ના વતની અને છેલ્લા ૧૫ વર્ષથી જુદી જુદી જગ્યાએ સી.આર.પી.એફ માં ફરજ બજાવતા હતા હાલ છેલ્લા બે વર્ષથી ગાંધીનગર ખાતે ફરજ ઉપર હતા ૩૬ વર્ષીય યુવાન હર્ષદકુમાર બાબુભાઈ પરમાર ગાંધીનગર ખાતે ફરજ દરમિયાન હૃદય રોગના હુમલા થી મૃત્યુ પામ્યા હતા.
સ્વર્ગસ્થ હર્ષદકુમાર નો પાર્થિવદેહને તેમના માદરે વતન વાનદીયોલ ખાતે વહેલી સવારે લાવવામાં આવ્યો હતો હજારોની સંખ્યામાં વાનદીયોલ તથા આસપાસના ગામના લોકો યુવાનો વૃદ્ધો માતાઓ બહેનો તથા અગ્રણીઓ આગેવાનો અને વાનદીયોલ ગામના સરપંચ રાહુલભાઈ ગામેતી ભિલોડા તથા મેઘરજ તાલુકાના ધારાસભ્ય પી.સી બરંડા સહિત અનેક રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં સ્વર્ગસ્થની અંતિમયાત્રામાં જોડાઈ મૃતકને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.
ટીંટોઇ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ અને ગાંધીનગરથી આવેલ સી.આર.પી.એફ અધિકારીઓની ટીમ હાજર રહી હતી સી.આર.પી.એફ. ની ટીમના જવાનોએ મૃતક ને ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ આપી હતી મૃતકની અંતિમયાત્રામાં દેશભક્તિના ગીતોથી વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું મૃતકના દુઃખદ અવસાન થી વાનદીયોલ તથા આસપાસના પંથકમાં ગમગીની છવાઈ હતી મૃતક સી.આર.પી.એફ જવાન પરિવારમાં વૃદ્ધ માતા પિતા તથા પત્ની અને બે વર્ષની પુત્રી અને આઠ માસના પુત્રને કલ્પાંત કરતા મૂકી જતા ગામ લોકો દ્વારા ભારે હૃદયે અશ્રુભીની આંખે મૃતકને અંતિમ વિદાય આપી હતી મૃતકની માદરે વતનમાં આન બાન સાથે અંતિમ ક્રિયા કરાઈ હતી મૃતક સી.આર.પી.એફ જવાન હર્ષદકુમાર પરમાર નો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો વંદે માતરમ, ભારત માતાકી જય, શહીદ હર્ષદભાઈ તુમ અમર રહો જેવા ગગન ભેદી નારાઓથી લોકોની આંખો ભરાઈ આવી હતી.