@Partho pandya patan
વન્ય પ્રાણીઓની રાજ્ય વ્યાપી વસ્તી ગણતરી પાંચ વર્ષે હાથ ધરાતી હોય છે ત્યારે ચાલુ વર્ષે પણ કામગીરી પૂર્ણ થઈ છે અને તૃણભક્ષી નાના સસ્તન પ્રાણીઓની ગણતરી માં વધારો જોવા મળ્યો છે પરંતુ આ વધારો આંશિક હોવાનો નોંધાયેલ સંખ્યા પરથી ફલિત થાય છે હાલ પાટણ જિલ્લા માં તૃણભક્ષી અને નાના સસ્તન પ્રાણીઓ ની કુલ સંખ્યા માં રોજ નીલગાય માં સેક્સ રેશિયો માં ખુબ મોટો તફાવત આવ્યો છે જેમાં જિલ્લા માં માદા નીલ ગાય ની સંખ્યા નર નીલ ગાય ની સાંખ્ય કરતા બમણી છે.
રાજ્ય માં દર પાંચ વર્ષે ગણતરી થતી હોય છે આ વખતે 5 મે થી 8 મે પૂનમ નો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો સાથે સાથે વૈજ્ઞાનિક ઢબે પણ કામગીરી હાથ ધરાઈ હતી પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં દીપડા અને રીંછ ની વસ્તી પર હાલ પૂર્ણ વિરામ છે જ્યારે તૃણભક્ષી અને નાના સસ્તન પ્રાણીઓની વાત કરીએ તો જરખ, લોકડી, નાર, વરુ, જંગલી બિલાડી , ઘોર ખોદિયું,હિનોત્રો જે હિંસક પ્રાણીમાં ગણાય છે જ્યારે રોઝ, કાળિયાર ,ચિત્તલ , સાંભર, જંગલી ભૂંડ, જેવા વન્ય પ્રાણીઓની જિલ્લામાં હાજરી દેખાઈ આવે છે.
2023 ની તૃણભક્ષી અને નાના સસ્તન પ્રાણીઓનીની ગણતરી હાથ ધરાઇ તે પહેલાં પાટણ જિલ્લામાં 2016 માં વાત કરીએ તો દીપડા રીંછ ની હાજરી નથી જ્યારે 69 લોકડી છ જરખ, 28 જંગી બિલાડી ,662 જંગલી ભૂંડ, 43 ચિંકારા નું સમાવેશ થયો છે અને 2023 માં હવે કેટલા એમાં વધારો ઘટાડો ની વાત કરીએ તો જંગલી બિલાડી 40 ,જરખ, 23, વણિયાર પાંચ, ઉડતી ખિસકોલી નીલ, નાર વરુ બે ,લોકડીની સંખ્યામાં પુખ્ત 97, બચ્યા 14 કુલ 117 ,ઘુવડ 21 નોંધાયા છે જ્યારે અન્ય પ્રાણીઓ 140 વત્તા બે બચ્ચા મળી કુલ 142 સંખ્યા છે આ અન્ય પ્રાણીઓમાં કયા પ્રાણીઓ છે તેનો ઉલ્લેખ થયો નથી જ્યારે રોઝ ની સંખ્યા એટલે કે નીલગાય, 2089 નર ,5,658 માદા, 1519 ,બચ્ચા તેમજ 1774 વર્ણ ઓળખાયેલા મળી કુલ 11060 ની સંખ્યા નોંધાય છે એટલે કહી શકાય કે અહીંયા માદાની સંખ્યા નર કરતાં બમણી છે જ્યારે કાળિયાર,ચિત્તલ,શાંભર, ચોસિંગા,ભેંકર,ની હાજરી જિલ્લામાં નથી દેખાઈ આ ઉપરાંત ચિંકારા 14 નર 17 માદા છ બચ્ચા છ વળ ઓળખાયેલા મળી કુલ 43 સંખ્યા એ આંકડો પહોંચ્યો છે મોરની સંખ્યા ગણીએ તો 3076 નર, 2874 માદા, 641 બચ્ચા 947, વણ ઓળખાયેલા મળી કુલ 7538 સંખ્યા છે. વાંદરા ની વાત કરીએ તો 1371 નર 1643 માદા, 781 બચ્ચા 839 વણ ઓળખાતા મળી 4634 ની સંખ્યા છે જંગલી ભૂંડમાં 384 નર 444 માદા, 530 બચ્ચા ઓળખ ના થયેલ ઓળખાયેલા 661 મળી 2019 ની સંખ્યા છે જ્યારે અન્ય વિશેષ પ્રાણીઓ 94 ની સંખ્યા છે
Patan જિલ્લા માં વન્ય પ્રાણીઓ માં આ વખતે વિશેષતા એ જોવા મળી છે કે અહી માદા પ્રાણીઓ ની સંખ્યા વિશેષ હોવાથી એક વાત નક્કી છે કે આવનાર સમય માં તૃણભક્ષી અને નાના સસ્તન પ્રાણીઓ નું ભવિષ્ય ઊજળું છે તે કહી શકાય
પાંચ મેથી ત્રણ દિવસ વન્ય પ્રાણીની ગણતરીમાં 57 જેટલા કર્મચારીઓ ફરજ નિભાવી હતી પાટણ જિલ્લામાં 45પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા હતા જિલ્લા આઠ કેમેરા 10 જેટલા બાઈનોક્યુલર નો ઉપયોગ કરવામાં આવ્યો હતો