- ઉના એસ.ટી. ડેપોમાં આવેલ 4 નવી બસોનું લોકાર્પણ ધારાસભ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું..
ઉના એસ.ટી. ડેપોમાં આવેલી 4 નવી બસોનું લોકાર્પણ ધારાસભ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું. અને આ નવી બસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું. આ કાર્યક્રમ પ્રસંગે જીલ્લા, તાલુકા, તેમજ શહેરના ઉપાધ્યક્ષ, આગેવાનો એસ ડેપોના સ્ટાફ સહીત ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત એસ.ટી.નિગમને સુવિધા યુકત નવી 321 બસ ફાળવેલ જે પૈકી ઉના એસ.ટી.ડેપોમાં નવી 4 બસનું લોકાર્પણ આજે ઉનાના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ઉના-અમદાવાદ સહીત 4 રૂટો પર સેવા આપનારી આ નવી બસને ધારાસભ્ય કે સી રાઠોડએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમજ આ નવી બસમાં બેસીને શહેરના રાજમાર્ગ ઉપર ફર્યા હતા. આ પ્રસંગે જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ રાજુભાઇ ડાભી, શહેર ભાજપા પ્રમુખ મિતેષભાઈ શાહ, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ સામતભાઈ ચારણીયા, મહામંત્રી સુનિલભાઈ મુલચંદાણી તથા કાંતીભાઇ છગ, નગરપાલિકા ઉનાના નગરસેવકો વિજયભાઈ રાઠોડ, ધીરૂભાઇ છગ, મેઘવાળ સમાજના આગેવાન જસાભાઈ વિંઝુડા, સામતેર ગામના અગ્રણી અરજણભાઈ ચૌહાણ, પટેલ સમાજના અગ્રણી ધીરૂભાઈ દોમડીયા સહીતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.