@Nehal Shah, dahod
Leopard: દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાડા ગામમાં ખૂંખાર દીપડાએ 2 લોકો પર હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી. આ ઘટનામાં સારવાર મળે તે પહેલા જ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો થયો છે.
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાડા ગામમાં દીપડાએ 2 લોકો ઉપર અચાનક હુમલો કર્યો હતો, જ્યાં રાત્રિના સમયે ઘરની બહાર પરિવારો મીઠી નીંદર માણી રહ્યા હતા.
જેમાં પહેલો હુમલો ગત રાત્રીના પાડા ગામે ચંપાબેન કનુભાઈ ચૌહાણ રાત્રિ ના આશરે 1:30 કલાકે પોતાના ઘરનાં આંગણામાં સૂઈ રહ્યા હતા તેવામાં દિપડા દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો હતો અને તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરેલ છે.
જ્યારે બીજો હુમલો પણ પાડા ગામમાં 2.20 Am કલ્લાકે રમેશભાઈ રતના ભાઈ ચૌહાણ પોતાના ઘરનાં આંગણામાં સૂઈ રહ્યા હતા તેવામાં દિપડા દ્વારા અચાનક હુમલો કરવાથી તેમના ગળાના ભાગે પંજાથી ઇજા થતાં ગળાના ભાગ ની નસ કપાઈ જવાથી તેમનું મૃત્યું થયું હતું.
આમ દીપડાના છેલ્લા 48 કલ્લકમાં ત્રણ હુમલા કરી વન વિભાગ ને દોડતા કરી દીધા હતા.
વારંવાર થતાં દીપડાના હુમલાના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો થયો છે. તો બીજી તરફ, વન વિભાગ દ્વારા ખૂંખાર દીપડાને વહેલી તકે પાંજરે પુરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. આ ઘટના થી સમગ્ર લીમખેડા પંથકમાં ભયનો માહોલ છવાયો છે.