ipl / દિલ્હી મહિલા આયોગે ક્રિકેટર Shubman Gillની બહેન સાથે દુર્વ્યવહાર કરતી સોશિયલ મીડિયા પોસ્ટ પર કડક વલણ અપનાવ્યું છે. બુધવારે દિલ્હી મહિલા આયોગે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી હતી. આ નોટિસમાં એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી છે. આ સાથે દિલ્હી મહિલા આયોગે પણ દિલ્હી પોલીસને 26 મે સુધીમાં વિગતવાર કાર્યવાહીનો રિપોર્ટ સોંપવા માટે કહ્યું છે. વાસ્તવમાં, શુભમન ગિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સ માટે શાનદાર સદી ફટકારી હતી. ગુજરાત ટાઇટન્સ(gujarat titans) સામેની હાર બાદ RCB ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયું હતું. જે બાદ શુભમન ગિલની(Shubman Gill) બહેન શાહનીલ ગિલને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી.
દિલ્હી મહિલા આયોગના વડા સ્વાતિ માલીવાલે શું કહ્યું?
સોમવારે દિલ્હી મહિલા આયોગના વડા સ્વાતિ માલીવાલે સોશિયલ મીડિયા પર ગિલની બહેનને ટ્રોલ કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. તેણે કહ્યું કે ભારતીય બેટ્સમેનની બહેન સાથે દુર્વ્યવહાર કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે તેણે લખ્યું કે ‘ટ્રોલર્સને #શુભમનગિલની બહેન સાથે દુર્વ્યવહાર કરતા જોવું ખૂબ જ શરમજનક છે કારણ કે તેઓ જે ટીમને ફોલો કરે છે તે મેચ હારી છે. અગાઉ અમે #વિરાટ કોહલીની પુત્રી સાથે દુર્વ્યવહાર કરનારાઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી.
‘સોશિયલ મીડિયા ટ્રોલ કરનારાઓને સાંખી લેવામાં આવશે નહીં’
દિલ્હી મહિલા આયોગના વડા સ્વાતિ માલીવાલે કહ્યું હતું કે ગિલની બહેન સાથે ગેરવર્તન કરનારા તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સહન કરવામાં આવશે નહીં… ઉલ્લેખનીય છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સના ઓપનર શુભમન ગિલે શાનદાર સદી ફટકારી હતી. આ મેચમાં શુભમન ગિલે(Shubman Gill) 52 બોલમાં 104 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. આ સાથે જ આ મેચમાં ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતું.