@Paresh parmar, amreli
રાજય ભરમાં એસ.ટી.વિભાગ દ્વારા કેટલાક એસ.ટી.ડેપોમાં એસ.ટી.બસો ફાળવવામાં આવી છે ત્યારે અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા એસ.ટી.વિભાગને અલગ અલગ રૂટમાં ચલાવવા માટે 1 મીની બસ અને બે સ્લીપિંગ બસો ફાળવવામાં આવતા આજે સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીના હસ્તે લોકાર્પણ કરવામાં આવી હતી જેમાં ભુજ થી રાજુલા સહિત અલગ અલગ રૂટ ઉપર બસો મુકવામાં આવશે એસ.ટી.ડેપો મેનેજર સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણી રવુભાઈ ખુમાણ,જીજ્ઞેશભાઈ પટેલ સહિત શહેરના અલગ અલગ સંસ્થાના વેપારી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે લોકાર્પણ બાદ ધારાસભ્ય હીરા સોલંકીએ જાતે બસ ચલાવી શહેર માંથી બાયપાસ સુધી કાર્યકરો વેપારીઓ સાથે મુસાફરી કરી હતી જેના કારણે મુસાફરો પણ ઉત્સાહમાં જોવા મળ્યા હતા જ્યારે એક કિલોમીટર સુધી એસ.ટી.બસ ચલાવી હતી ધારાસભ્ય બસ સાથે નીકળતા સ્થાનિક લોકો જોવા ઉમટી પડ્યા હતા જ્યારે ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા તમામ મુસાફરોની ટીકીટ લેવામાં આવી હતી સવખર્ચ એ તમામ લોકોની ટીકીટ લઈને બેસાડયા હતા
થોડા દિવસ પહેલા જેતપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડીયા એ પણ સરકારની નવી બસ ચલાવી હતી આજે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી બસ ચલાવતા સર્ચામાં આવ્યા હતા જોકે કેટલાક વિડીયો પણ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયા છે.