આપણા દેશની સૌથી શક્તિશાળી ઇમારત એટલે કે આપણું નવું સંસદ ભવન જેની આજે ચાર બાજુ ચર્ચા ચાલી રહી છે. આ નવું સંસદ ભવન એક પ્રાચીન ભારતીય મંદરીની તર્જ ઉપર બનાવાયું છે. જી હા.. આપણા દેશમાં ઘણા પ્રાચીન મંદિરો છે, તેમાંથી એક મધ્યપ્રદેશના વિદિશામાં આવેલું વિજય મંદિર છે. જેની તર્જ ઉપર હાલમાં જ નવું સંસદભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવા સંસદ ભવનની ડિઝાઇન આ મંદરી સાથે ઘણી હદ સુધી મેળ ખાય છે.
વિજય મંદિર મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાં સ્થિત કિલ્લાની અંદર બનેલ છે. આ મંદિરનો ઉલ્લેખ 1024માં પોતાના પુસ્તકોમાં મહમૂદ ગઝની સાથે આવેલા વિદ્વાન અલબેરુનીએ કર્યો છે. તેમના મતે આ મંદિર તે સમયના સૌથી મોટા મંદિરોમાંનું એક હતું. કહેવાય છે કે આ મંદિરમાં હંમેશા ભક્તોનો જમાવડો રહેતો હતો. અહીં દિવસ-રાત પૂજા ચાલતી હતી.
ઈતિહાસકારોના મતે, આ મંદિરનું નિર્માણ ચાલુક્ય વંશના રાજા કૃષ્ણના પ્રધાન વાચસ્પતિએ તેમના વિદિશાના વિજય પછી કરાવ્યું હતું. આ મંદિરના મુખ્ય દેવતા ભગવાન સૂર્ય છે, જેના કારણે મંદિરનું નામ ભેલીસ્વામીન (સૂર્ય) પડ્યું. આ સ્થળનું નામ પહેલા ભેલસાણી અને બાદમાં ભેલસ્વામીન પરથી ભેલસા પડ્યું.
ઈતિહાસકારોના મતે આ મંદિર મુઘલ કાળના સૌથી મોટા મંદિરોમાંનું એક હતું. તેની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ મંદિર લગભગ અડધો માઈલ લાંબું અને પહોળું હતું. તેની ઉંચાઈ લગભગ 105 ગજ હતી, જેના કારણે મંદિરના શિખર દૂરથી દેખાતા હતા. વિજય મંદિર તેની વિશાળતા અને ખ્યાતિને કારણે હંમેશા મુસ્લિમ શાસકોની આંખમાં કાંટા સમાન રહ્યું છે.
આ મંદિર પર અનેકવાર થયા હુમલા
ઈતિહાસકારોના મતે વિજય મંદિર પર પહેલો હુમલો મુસ્લિમ આક્રમણખોર ઈલ્તુત્મિશ દ્વારા 1233-34માં કરવામાં આવ્યો હતો. પછી વર્ષ 1250 માં તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. થોડા વર્ષો પછી, 1290 એડી માં, અલાઉદ્દીન ખિલજીના મંત્રી મલિક કાફુરે તેના પર ફરીથી હુમલો કર્યો અને તેનો નાશ કર્યો. 1460 એડીમાં મહમૂદ ખિલજી અને 1532માં ગુજરાતના શાસક બહાદુર શાહે મંદિરને વધુ નુકસાન પહોંચાડ્યું હતું.
મંદિરના સંપૂર્ણ વિનાશ પછી પણ લોકોમાં આ મંદિરમાં ઊંડી શ્રદ્ધા હતી. મુઘલ શાસક ઔરંગઝેબે આ મંદિરને 1682માં તોપોથી ઉડાવી દીધું હતું. આજે, મંદિરના કેટલાક ભાગોમાં તોપના ગોળીબારના નિશાન જોઈ શકાય છે. ઔરંગઝેબના મૃત્યુ પછી, હિન્દુઓએ ફરીથી આ સ્થાન પર પૂજા કરવાનું શરૂ કર્યું. 1760 માં, પેશ્વાએ આ મંદિરની ભવ્યતા પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો.
દેશના વર્તમાન સંસદભવનની ઇમારતની ડિઝાઇન પણ મધ્યપ્રદેશના મોરેનામાં આવેલા ચૌસઠ યોગિની મંદિર જેવી જ છે, જેનું નિર્માણ બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સ દ્વારા કરવામાં આવ્યું હતું. હવે નવા સંસદ ભવનનું નિર્માણ પણ મધ્યપ્રદેશના વિજય મંદિર જેવું જ છે. એટલે કે ભારતની સૌથી શક્તિશાળી ઈમારતનો ઈતિહાસ આઝાદી પહેલા પણ મધ્યપ્રદેશ સાથે જોડાયેલો છે અને આગળ પણ જોડાયેલ રહેશે.