Partho alkesh pandya
સિદ્ધપુર ના 3 ડી ડ્રોઈંગ ના આર્ટિસ્ટ અકબરભાઈ મોમીન એ વડાપ્રધાન મોદી તેમજ ગૃહ પ્રધાન અમિત શાહ નું એક જ ફ્રેમ માં પેઇન્ટિંગ બનાવ્યું છે પણ આ પેઇન્ટિંગ એ સોશિયલ મીડિયા માં ધૂમ મચાવે છે થ્રી ડી પેઇન્ટિંગ માં દર્પણ માં રિવર્સ ઈમેજ માં એક સાથે 2 અલગ અલગ તસવીર દેખાય છે
અકબરભાઇ મોમીન ને આ થ્રી ડી પેઇન્ટિંગ બનાવતા 450 કલાક લાગ્યા હતા અકબર ર્ભાઈ મોમીન ની મુલાકાત લેતા તેમને આ થ્રી ડી પેઇન્ટિંગ વિશે જણાવ્યું હતું કે આ પેઇન્ટિંગ બનાવવા પાછળ નું કારણ એકજ કે કોઈ બી ચિત્રકાર ને એમ હોય કે હું એવું ચિત્ર બનાવુ કે જે માઈલ સ્ટોન બની જાય અને આજે આ થ્રી ડી થી હું વધુ ફેમસ બન્યો છુ
69 વર્ષ ના થ્રીડી આર્ટિસ્ટ અકબર મોમીન નું મૂળ વતન સિદ્ધપુર હતું અને તેઓનું બાળપણ સિદ્ધપુરમાં વીત્યું હતું તેઓ એમ પી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે ડ્રોઈંગ ટીચરે તેમની ચિત્રકલાને જોઈ મુંબઈ જે જે સ્કૂલ ઓફ પર્ફોર્મિંગ માં પ્રવેશ લેવાનું કહેતા તેઓ ચાર વર્ષના કોર્ષ માં તેમનું ધ્યાન લાગતું નહોતું અને દોઢ વર્ષમાં તેમણે પરફોર્મિંગ કોલેજને અલવિદા કરી તેની પાછળનું મુખ્ય કારણ આર્થિક સંકળામણ હતું મુંબઈમાં રહેવા માટે તેમને સતત સંઘર્ષ કરવો પડતો હતો અને સતત સ્ટ્રગલ ભર્યું જીવનની શરૂઆતથી અને બેઝિક ફાઉન્ડેશનના કારણે તેમને ચિત્રકામની શરૂઆત કરી મુંબઈમાં તેમને એક ગુરુ મળ્યા કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહિ તે મુજબ તેમણે વર્કરોના પેઇન્ટિંગ બનાવવાની શરૂઆત કરી અને પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું? પાંચ વર્ષ સુધી સ્કેચિંગ કર્યું પણ કામથી તેમને સંતોષ નહોતો અને કંઈક કરવાની તેમની તમન્ના સાથે તેઓ મુંબઈમાં બીચ પર ફરતા હતા તે વખતે જે યુગલો પ્રેમ મગ્ન હોય તેઓના ચિત્રો ક્લોથ આર્ટ પર કંડારવા લાગ્યા અને ધીરે ધીરે તેઓએ મુંબઈમાં સંઘર્ષ ભર્યા જીવન સાથે સ્થાયી થયા અને તેમને પેઇન્ટિંગના શોખ સાથે અન્ય બિઝનેસમાં હાથ નાખ્યો અને અત્યારે તેઓ પાસે બે ફેક્ટરી અને સારો એવો બિઝનેસ છે તેમજ ફેમિલી પણ છે હાલ તેવો રીટાયર્ડ થઈને મુંબઈથી સિદ્ધપુર આવ્યા અને અહીં તેઓ પેઇન્ટિંગ માં મસ્ત અને વ્યસ્ત રહેવા લાગ્યા 2017માં તેમણે એક પેઇન્ટિંગ ક્લોથ આર્ટ પર બનાવેલ તેની વિદેશમાં પણ નોંધ લેવાઈ હતી અને તેઓ ધીરે ધીરે ખ્યાતી પામ્યા હતા. આજે તેમણે જે થ્રીડી પ્રિન્ટિંગ બનાવ્યું છે તે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે અને પેઇન્ટિંગ માં 450 કલાકનો સમય લાગ્યો હતો અને તેઓ સવારે ત્રણ વાગે ઊઠીને થ્રીડી પેઇન્ટિંગ બનાવતા હતા. આમેય કલાકારોના મૂડ ઉપર કામગીરી થતી હોય છે થ્રીડી પેઇન્ટિંગ બનાવવા પહેલા તેમણે એક ઈમેજ મગજમાં ગોઠવી એમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને ગૃહપ્રધાન અમિતભાઈ શાહનો ચેહરો એક જ જેવો લાગ્યો અને થ્રીડી પેઇન્ટિંગ નીબ શરૂઆત થઈ અને આજે પેઇન્ટિંગ બની ગયા બાદ મિરરમાં રિવાઇઝ રિવર્સ ઈમેજમાં બંનેના ચહેરા આ બેઉ દેખાય છે આમ અત્યારે જ તેઓ થ્રીડી પેન્ટીગના કારણે મશહૂર થયા અને આમેય કોઈ કલાકાર ખ્યાતનામ વ્યક્તિના પોર્ટ્રેટ બનાવે તો જ તેઓ ફેમસ બનતા હોય છે અને આજે તેઓ થ્રીડી ના પ્રિન્ટ જગતમાં એક અલગ છાપ ઊભી કરી છે
તેમની આ કલાને તેઓ જીવંત રાખવા માંગે છે અને તેમની પાસે આ થ્રીડી પેઇન્ટિંગ શીખવા માટે ફોન પણ આવવા લાગ્યા છે ત્યારે અકબરભાઈનું એવું કહેવું છે કે મારું આ પ્રથમ થ્રીડી પેઇન્ટિંગ જો ઓક્ષન માં સારી કિંમતે વેચાય તો તેના નાણાથી તેઓ થ્રીડી કલાને જીવંત રાખવા માંગે છે
તેમનું આ આર્ટવર્ક માત્ર સાદો કાગળ વોટર કલર એક્રેલિક કલર પેન્સિલ અને પીછી ના ઉપયોગ થી થયો છે તેમણે જણાવ્યું હતું કે 2010 અગિયારમાં મહારાષ્ટ્રમાં સૌ પ્રથમ પાણીમાં ગણપતિનું પેઇન્ટિંગ બનાવ્યું હતું તે મારો પ્રથમ અનુભવ પ્રયોગ અને આજે 19 વર્ષ બાદ હું દુનિયા સમક્ષ આવી શક્યો છું.