- સિદ્ધપુર પાલિકાની પીવાના પાણીની પાઇપલાઇન માનવ અંગો નો મામલો
- કેટલાક વિસ્તાર માં મલિન પાણી પીધા બાદ લોકો માં હજુ ડર નો માહોલ
- સિદ્ધપુર નગરપાલિકા ના વોટર વર્ક્સ કમિટી ના ચેરમેન નું સ્વૈચ્છિક રાજીનામું
- છેલ્લા 15 દિવસ થી સિદ્ધપુર ની પાઇપ લાઈન માં મળેલ માનવ અંગો ચર્ચા માં
@Partho Pandya Patan
સિદ્ધપુર નગરપાલિકા સંચાલિત પીવા ના પાણી ની પાઇપ લાઈન માં માનવ અંગો મળ્યા બાદ સમગ્ર સિદ્ધપુર શહેર માં ચકચાર મચી હતી અને 72 કલાક સુધી પાલિકા પોલીસ તેમજ વહીવટી તંત્ર આ ઘટના નો ભેદ ઉકેલવા મથામણ શરૂ કર્યા બાદ આખરે આ માનવ અંગો હોવાનું બહાર આવ્યા બાદ અંગો ને સાયન્ટીફિક ,રીતે એકત્ર કર્યા બાદ પીએમ ની કાર્યવાહી એફ એસ એલ અને ડી એન એ ની પ્રક્રિયા હાથ ધરાઈ હતી બીજી બાજુ આ માનવ અંગો ની ઓળખ માટે પોલીસ એ તપાસ હાથ ધરી હતી અને સી સી ટીવી ફૂટેજ સહિત ટેકનિકલ એનાલીસિસ માં આ અંગો સિદ્ધપુર ની સિંધી સમાજ માંથી એક યુવતી ગુમ થયેલ હોવાનું ભાર આવ્યું હતું અને આખરે ડી એન એ ના રિપોર્ટ માં મૃતક લવિનાં હિરવાની નીકળી હતી આમ માનવ અંગો ની ઓળખ બાદ હવે એફ એસ એલ ના રિપોર્ટ ની રાહ જોવાય છે જેમાં મૃતક યુવતી એ આત્મ હત્યા કરી કે તેની હત્યાથઇ હતી. તેની તાપસ ચાલી રહી છે.
જો કે આ બનાવ માં આ વિસ્તાર ના રહીશો એ વાશ મારતું પાણી પીતા આ વિસ્તાર ના રહીશો માટે માનસિક રીતે તેઓ તૈયાર નથી ઘરવપરાશ અને પીવા માટે પાણીઅન્ય વ્યવસ્થા શોધી રહ્યા છે. અથવા કરી રહ્યા છે