@ઋતુલ પ્રજાપતિ,arvalli
અરવલ્લી જિલ્લાના મોડાસામાં અરવલ્લી ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું,,શહેરના મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે યોજાયેલા આ ફેશન શોમાં 40 સ્પર્ધકોએ ભાગ લીધો હતો,,પ્રોફેસર ઉષા રાઠોડ દ્વારા આયોજન કરવામાં આવેલા આ ફેશન શોમાં મુખ્ય મહેમાન તરીકે અભિનેત્રી મમતા સોની હાજર રહ્યા હતા,,આ કાર્યક્રમમાં જુનિયર બચ્ચન, સહિત મોડેલ અને એક્ટરો ઉપસ્થિત રહ્યા હતા,, આ ફેશન શો માટે 70 જેટલી એન્ટ્રી નોંધાઈ હતી જે પૈકી 40 સ્પર્ધકોએ આ ફેશન શોમાં અવનવાં ટ્રેડિશનલ પોષક અને સ્ટાઈલમાં પર્ફોમ્સ કર્યું હતું,, જેમાં મિસ અરવલ્લી તરીકે નિલાંશી પટેલે એવોર્ડ વિનર બની હતી..