રાજ્યમાં હાલ અસહ્ય ગરમી પડી રહી છે એવામાં અમદાવાદ સહીત રાજ્યના અમુક ભાગોમાં એકાએક વાતાવરણ બદલાયું છે અને વરસાદ પડ્યો છે. વરસાદ પડવાથી ગરમીના ઉકળાટ સામે રાહત મળી છે, પણ ક્રિકેટ રસિકોમાં ચિંતા વ્યાપી છે. કારણ કે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ટાટા IPL અંતર્ગત ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે બીજી ક્વોલિફાય મેચ છે. જો વરસાદ વધુ જામ્યો તો આ મેચ બંધ રહેશે.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન વચ્ચે મેચ શરૂ થાય તે પહેલાં વરસાદ શરૂ થયો છે. વરસાદ શરૂ થતાં લોકોમાં દોડધામ મચી હતી. વરસાદ પડતાની સાથે જ લોકો મેટ્રો ટ્રેનના પિલરની નીચે ઉભા રહી ગયા હતા.