- સરકાર પ્રમાણીક તપાસ કરે તો જબરજસ્ત કૌભાંડ બહાર આવવાની શક્યતા!
@shrikant patel, morabi
મોરબીના પરા સમાન મહેન્દ્રનગર ગામે વિનોબા ભાવે ની ભુદાન ચળવળ વખતે રાજાશાહી વખતની ગોલ્ફ ની જમીન જે જમીન વિહોણા લોકોને ભૂદાનમાં આપવામાં આવી હતી. પરંતુ આ ભૂદાન ની જમીન અમુક અધિકારીઓ સાથેની સાંઠગાંઠ થી વેચાઈ જવા પામી હતી અને જે અંગેની ફરિયાદ તત્કાલીન રાજકોટ જિલ્લા કલેકટર પાસે પહોંચી હતી અને માર્ચ ૨૦૧૧ માં રાજકોટ જિલ્લા કલેકટરે આ મહેન્દ્રનગરની સર્વે નંબર ૧૫૪ અને ૧૫૫ ની ભૂદાનની જમીન હોય અને તે વેચાણ અને હેતુફેર થઈ ગયેલી હોય તે જમીનને ખાલસા કરીને શ્રી સરકાર કરી નાખવામાં આવી હતી. પરંતુ ૨૦૧૯માં આ જ ખાલસા થયેલી ભૂદાનની જમીનનું બિનખેતીની મંજૂરી આપીને હેતુફેર કરી નાખવાનું જબરૂ કૌભાંડ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા પ્રમાણિક તપાસ કરવામાં આવે તો આમાં જબરૂ કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. અને કાયદો કાયદાનું કામ કરે તો ઘણા લોકો સાથે પણ છેતરપિંડી થયાનું બહાર આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
આપણો દેશ આઝાદ થયા પછી વિનોબા ભાવેજી એક જમાનામાં જેમની પાસે વધારે જમીન હોય તેવા શ્રીમંત ખેડૂતો પાસેથી થોડી જમીન લઈને તેમના જ ગામના જમીન વિહોણા ગરીબ લોકોને દાનમાં આપે તેવી ભાવના સાથે પદયાત્રા યોજી હતી. અને આ પ્રકારે મળેલી જમીન ભુદાન ની જમીન તરીકે જાણીતી થઈ અને આ ભુદાન ની મળેલી જમીન હેતુફેર થાય નહીં, વેચી શકાય નહીં કે તબદિલ થઈ શકે નહીં તેમજ પડતર રાખી શકાય નહીં કે મૂળ માલિકને મળી શકે નહીં તેવા વિશેષ અધિકારો સાથેની આ જમીન છે. પરંતુ હાલના સંજોગે ભ્રષ્ટાચારી માનસિક ધરાવતા રાજ્ય સેવકોની ભ્રષ્ટ નેતાઓની સાથે સાંઠગાંઠ હોવાથી આવી ભૂદાનની જમીનોના હેતુફેર કરી નાખીને ભુદાન જમીનના વિશેષ અધિકારો અને નામદાર હાઇકોર્ટના આદેશ નું ઉલંઘન કર્યું છે તેવું એક જમીન કૌભાંડ આચારવામાં આવ્યું છે. મોરબીના મહેન્દ્રનગર ગામે ભૂદાનની જમીન સર્વે નંબર ૧૫૪ અને ૧૫૫ નું વેચાણ થયું હોય રાજકોટના તત્કાલીન કલેકટર એચ.એસ. પટેલ સાહેબે આ ભૂદાનની જમીન હોય તેમ કહીને ખાલસા કરીને શ્રી સરકાર કરવાનો હુકમ કર્યો હતો. આ સાથે જ આ ભૂદાનની જમીનના વેચાણમાં અમુક અધિકારીઓ અને કર્મચારીઓની મીલીભગત ખુલ્લી હતી. બાદમાં નામદાર હાઇકોર્ટમાં એક કેસ દાખલ થયો અને વર્ષ ૨૦૧૬ માં કેવ જજમેન્ટ આવ્યુ છે અને ચુકાદો તારીખ ૬-૯-૨૦૧૯ નાં રોજ આવ્યો કે ભૂદાનની જમીન હેતુફેર થઈ ગઈ હોય તો તેને મૂળ હેતુમાં લાવીને તેને સરકાર કરીને સાર્વજનિક કામો કરવા. પરંતુ નામદાર હાઇકોર્ટ નો આ હુકમ આવવાનો હોય તેવું જાણી લીધું હોય તેમ જાણી જોઇને આ ખાલસા થયેલી ભૂદાનની જમીન ને હાઇકોર્ટ નાં ચુકાદો આવ્યો તેના એક દોઢ માસ અગાઉ વર્ષ ૨૦૧૯ માં મોરબીનાં તત્કાલીન કલેકટરે બિનખેતીની મંજૂરી આપીને ભૂદાનની જમીનનો હેતુફેર કરી નાખ્યો. ગુજરાત સરકારના મહેસુલ વિભાગના તારીખ૬-૧-૨૦૦૪ નાં પરિપત્રમાં ભુદાનમાં પ્રાપ્ત જમીનની રેકર્ડ માં નોંધ કરવાની સૂચના સાથે તેની તમામ શરતો જણાવવામાં આવી છે અને આવા દરેક પરિપત્રો જિલ્લા કલેકટરને કચેરીમાં હોય જ તેમ છતાં જાણી જોઈને નામદાર હાઇકોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું છે. ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચારને સિસ્ટમ બનાવી દીધી હોય તેમ મોટાભાગની કચેરીઓમાં ગેરરીતી અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જો તેની તપાસ થાય તો માત્ર નાના કર્મચારીઓ સામે કાર્યવાહી થાય છે અને ઊંચ અધિકારીઓ આબાદ બચી જતા હોય છે પરંતું ભ્રષ્ટાચાર ને શિષ્ટાચાર બનાવતા ઊંચ અધિકારીઓએ ગુજરાત સરકારની ઈમેજ બગાડી છે.
એટલે જ સરકાર હવે ગંભીર બનીને ભ્રષ્ટાચારી અધિકારીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હોય તેમ પહેલા કલેક્ટર કે. રાજેશે કરેલા ભ્રષ્ટાચારની તપાસ કરાવી અને હાલમાં નિવૃત કલેકટર એસ. કે લાંગાની તપાસ થતા ગુજરાતની પ્રમાણીક જનતામાં એક નવી ઉર્જાનો સંચાર થયો છે અને ગુજરાત સરકારને અભિનંદન આપતા એવું જણાવે છે કે ગમે તે ચમરબંધી હોય પણ સત્તાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરીને સરકારની ઈમેજને બગાડી હોય તેવા કોઈપણ અધિકારી સામે પ્રમાણિકતાથી તપાસ ની કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવી રહ્યા છે. ત્યારે આ એસ.કે .લાંગાના કૌભાંડ નેં આંટી દયે તેવું મોરબીમાં ભૂદાનનું જમીન કૌભાંડ આચરવામાં આવ્યું છે. તેની શીલશીલા બંધ વિગત એવી છે કે મોરબીના પરા સમાન મહેન્દ્રનગર ની ગોલ્ફની જમીન એ ભૂદાનમાં આપવામાં આવી હતી તે સર્વે નંબર૧૫૪ અને ૧૫૫ નું વેચાણ થઈ ગયું અને ભૂદાનની જમીન વેચી શકાય નહીં, હેતુ ફેર થઈ શકે નહીં તેવા નીતિ નિયમો ની પોલીસી હોવાથી વર્ષ ૨૦૧૧ માં આ ભૂદાનની જમીન ખાલસા કરીને શ્રી સરકાર કરવામાં આવી હતી બાદમાં વર્ષ ૨૦૧૬ માં નામદાર હાઇકોર્ટનો કેવ જજમેન્ટ આવ્યુ અને તારીખ ૬-૯-૨૦૧૯ નાં રોજ ચુકાદો આવ્યો જેમાં જણાવ્યા મુજબ ભૂદાનની જમીન હેતુફેર થઈ ગઈ હોય તો તેને મૂળ હેતુમાં લાવીને શ્રી સરકાર કરીને તેમાં સાર્વજનિક કાર્યો કરવા આ હુકમો પછી મહેસુલ વિભાગે ફેબ્રુઆરી ૨૦૧૭ માં રાજ્યકક્ષાની અને જિલ્લા કક્ષાની ભૂદાન સમિતિની રચના કરી આ સમિતિએ ભૂદાનની જમીનના ડેટાબેઝ તૈયાર કરીને સરકારને મોકલવાના હતા અને આ પ્રક્રિયા થઈ રહી હતી તેવા સમયે જ વર્ષ ૨૦૧૯ માં આ સર્વે નંબર ૧૫૪ અને ૧૫૫ એ ભૂદાનની જમીન છે તેને બિનખેતીની મંજૂરી આપી દેવામાં આવી હતી
અને આવું કૌભાંડ થયું હોય મોરબીના કાનૂની તજજ્ઞ એસ બી પટેલે વર્ષ ૨૦૧૧ માં મદદનીશ કલેકટર મોરબી પાસે આરટીઆઈ કરીને ભુદાન જમીનની માર્ગદર્શક માહિતી માંગી હતી તેના જવાબમાં તત્કાલીન મદદનીશ કલેકટર મેડમ છાકછુઆકે સ્પષ્ટ જણાવ્યું હતું કે ભૂદાનની જમીન હેતુફેર થાય નહીં કોઈને વેચી શકાય નહીં કે તબ દિલ થઈ શકે નહીં તેમજ પડતર રાખી શકાય નહીં અને જો આવું થાય તો તે જમીન ખાલસા થઈ શકે છે. અને ત્યારબાદ યશવંતસિંહ ભવાની સિંહ જાડેજાએ કૌભાંડને ખુલ્લા પાડવા માટે આરટીઆઇ સહિત ની અરજીઓ કરીને જરૂરી પ્રોસીજર કરીને તારીખ ૩૧-૩-૨૦૨૩ના રોજ જિલ્લા કલેકટરને તંબોધીને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં મહેન્દ્રનગર ભૂદાન ની જમીન સર્વે નંબર ૧૫૪ અને ૧૫૫ નું સ્થળ રોજ કામ કરીને સ્થળ જે સ્થિતિ છે તેનો રિપોર્ટ કરવા અને નામદાર હાઇકોર્ટના હુકમનો અમલ કરવાનું જણાવ્યું છે. પરંતુ આ અરજી કરી તેને બે માસ જેવો સમય થઈ ગયો છે તેમ છતાં હજુ આ મહેન્દ્રનગર ની ભૂદાનની જમીનનું પંચરોજ કામ કરવામાં આવ્યું નથી
એટલે આ ભૂદાનની જમીન હેતુફેર થઈ ગઈ છે તેવું આજના અધિકારીઓ પણ સારી પેટે જાણે છે. ત્યારે હવે નામદાર હાઇકોર્ટના હુકમ મુજબ આ જમીનને મૂળ હેતુમાં લાવવા માટે આજના અધિકારીઓએ કાર્યવાહી કરવી જોઈએ નહીંતર આ મુદ્દો નામદાર હાઇકોર્ટના હુકમનો અનાદર અંગે ની અરજી હાઇકોર્ટમાં થાય તેમાં જિલ્લાના કલેક્ટર સહિત જવાબદારોને પક્ષકાર તરીકે જોડીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવું આ રજૂઆત કરતા વાય.બી. જાડેજા એ જણાવ્યું છે. ત્યારે સરકારે પણ આ બાબતે ગંભીરતાથી તપાસ કરાવવી જોઈએ. અને જો કાયદો કાયદાનું કામ કરે તો અહીં મિલકત ખરીદનારા ઘણા લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે તેવું પણ જણાઈ રહ્યું છે. અહીં એ વાત જણાવી દઈએ કે મોરબી જિલ્લામાં ભૂદાન ની જમીન નાં હેતુફેર કરવાંમાં કે વેચાણ કરવામાં માત્ર મોરબી જિલ્લાના જ અધિકારી કે કર્મચારીઓ સંડોવાયેલા છે તેવું નથી
પરંતું જેતે સમયે સચિવાલયના એક સચિવે યેનકેન પ્રકારે ગ્રામ્ય વિસ્તારની એક ભુદાનની જમીનને હેતુફેર કરીને ઉદ્યોગ ની મંજૂરી આપવામાં આવી છે. અને હાલની તકે ત્યાં એક સિરામિક ફેક્ટરી ઉભી છે. જો આની પણ પ્રમાણીક તપાસ કરવામાં આવે તો તેનો રેલો સચિવાલય માં પહોંચે તેમ છે અને તત્કાલીન સચીવ ની સંડોવણી બહાર તેમ છે. જોઈએ હવે સરકાર ભટ્ટાચાર વિરુદ્ધ કેવા પગલાં લેશે તે આવનારો સમયમાં કહી શકાશે. પ્રમાણિક તપાસ કરવામાં આવશે તો ભ્રષ્ટાચાર કરતા લોકોને સહેજ કાયદાનો પણ ડર લાગશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.