- ઠેર ઠેર વૃક્ષો ધરાસહી થતા વાહન વ્યવહાર પ્રભાવિત એક કાર પર વૃક્ષ પડતા કારને ભારે નુકસાન ત્રણ નો આબાદ બચાવ
@સુલેમાન ખત્રી – છોટાઉદેપુર
હવામાન ખાતાની આગાહી મુજબ છોટાઉદેપુર જીલ્લાના બોડેલી આસપાસના વિસ્તારોમાં ભારે વાવાઝોડું કમોસમી ધોધમાર વરસાદ ખાબક્યો હતો ભારે પવન સાથે વરસાદ ખાબકતા બોડેલીના ગોપાલ ટોકીજ સહિત બોડેલી – ડભોઇ હાઇવે પર અનેક વૃક્ષ ધરાશાયી હતા તદુપરાંત બોડેલીને અડીને આવેલ ચાચકના સ્વામિનારાયણ મંદિર પાસે ભારે પવન ફૂકાતો હોઈ એક કારના ચાલકે કાર ધીમી કરી કારને સાઈડમાં લેવાનો પ્રયાસ કરતા હતા તે દરમિયાન અચાનક કાર પર વૃક્ષ ધરાશાયી થતા કારને ભારે નુકસાન થવા પામ્યું હતું. જયારે કારમાં સવાર ત્રણનો આબાદ બચાવ થયો હતો
બનાવને રોડની બન્ને તરફ ટ્રાફિક જામના દ્રસ્યો સર્જાયા હતા જો કે બનાવને લઇ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ક્રેનની મદદથી કારને રોડની સાઈડમાં ખસેડવામાં આવી હતી જયારે ઉપરોક્ત બનાવમાં એક મહિલાને માથાના ભાગે નાની મોટી ઇજા થવા પામી હતી.