ભુજના વેકરિયા રણ વિસ્તારમાં વરસાદ વરસયો હતો,મોખાણા વિસ્તારમાં વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું,આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે,ભુજ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદની હેલી જોવા મળી હતી
નખત્રાણા તાલુકાના ઉખડમોરા વિસ્તારમાં વરસાદ વરષયો હતો ,ભુજ તાલુકાના ધાણેટીમાં પવન સાથે વરસાદ વરસતા ઠેરઠેર પાણી વહી નીકળ્યા હતા,ગરમીમાંથી રાહત અનુભવાઇ હતી,ભુજ તાલુકાના કઢેરાઈ વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો
અંજાર તાલુકાના રતનાલ, અજાપર,ચાદ્રાની,આંબાપરમાં વરસાદ પડતા નુકશાની પહોંચી હતી,કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી,બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો
અંજારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા શહેરના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષો ,હોર્ડિંગ ધરાશાહી થયા હતા
શહેરના વિડી માર્કેટમાં ભરાતી કેસર કેરીની હોલસેલ માર્કેટમાં કેરી પલળી હતી
કેરીના બોક્સ પલળતા વેપારીઓને નુકશાની પહોંચી હતી,એક વર્ષ પૂર્વે કેરી માર્કેટમાં મંડપ ઉડયો હતો
ભુજ તાલુકાના રેલડી વિસ્તારના ખેડૂત હરેશભાઇ ઠક્કરના જણાવ્યા પ્રમાણે આ વખતે એક કમોસમી વરસાદ અને બીજી તરફ આજના ભારે પવનના કારણે કેરી ઝાડ પરથી પડી જતા ભારે નુકશાની પહોંચી છે તેમજ ખેડૂતોને યોગ્ય ભાવ પણ હવે મળતા નથી તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.
અંજારની રેફરલ હોસ્પિટલ પાછળ એક મકાન પર વીજળી પડી હતી,ઘર સામાન બળીને ખાખ થઈ ગયો હતો
ટુ વ્હીલરમાં પણ નુકશાની પહોંચી હતી,ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો.ક્યાંક ટાવર પડી ગયો,તો ક્યાંક ટાંકી પડી ગઈ હતી.
@kaushik chaaya, kutch