@PARTHO PANDYA
પાટણ પંથક માં ચોમાસુ બેઠું હોય તેવો માહોલ ઉનાળા માં પણ અષાઢી માહોલ વહેલી સવારથી વાતાવરણમાં બદલાવ આવ્યો છે આકાશ ગોરંભાયુ ઘટાટોપ વાદળો સાથે પવન ફૂકાયો ઠંડો પવન ફુકાતા ગરમી નો અહેસાસ નહિવત ધીમી ધારે વરસાદ ની શરૂઆત થઈ છે ફરી એક વખત જિલ્લાવાસીઓ મીની વાવાઝોડા નો અનુભવ કરી રહ્યા છે.
છેલ્લાં 3એક દિવસ થી પાટણ જિલ્લા માં મેઘરાજા એ ધામાં નાખ્યા છે અને બપોર બાદ વાતવરણ બદલાય છે અને જોરદાર પવન ફુંકાય છે રવિ સોમ માં જિલ્લા માં વીજળી પાડવા ના બનાવો બન્યા છે તો આજે સવાર થી મેઘરાજા નું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે લોકો ને ચોમાસા જેવો અહેસાસ થઈ રહ્યો છે