બોટાદ-ધંધુકા હાઈવે પર બરવાળા રોડ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત(ACCIDENT) સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે.
ગુજરાત રાજ્યમાં સતત માર્ગ અકસ્માતનું(ACCIDENT) પ્રમાણ વધી રહ્યું છે. અવારનવાર ટ્રક ચાલકો બેફામ ટ્રક ચલાવીને માસૂમ લોકોને અકસ્માતનો ભોગ બનાવતા હોય છે. ત્યારે આવામાં ફરી એકવાર ટ્રક ચાલકે એક કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે. બોટાદ-ધંધુકા હાઈવે પર બરવાળા રોડ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ યુવાનોના મોત થયા છે. જયારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી અનુસાર,બોટાદ-ધંધુકા હાઈવે પર બરવાળા રોડ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં અકસ્માતમાં(ACCIDENT) ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે બે લોકોને ઇજા થઇ છે. ઇજાગ્રસ્તોને ધંધુકા 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ પોલીસને થતાં ધંધુકા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ ચલાવી રહી છે.