• રાજ્યમાં સરેરાશ દરરોજ ૨૨થી વધુ, દર મહીને સરેરાશ ૬૭૦થી વધુ મહિલાને લગતા ગુન્હોઓ નોધાયા:
• સમગ્ર દેશમાં છેલ્લા પાંચ વર્ષ(૨૦૧૭-૨૧)માં ૧૮૫૭૮૩૨ મહિલાને લગતા ગુન્હાઓ નોધાયા: માત્ર જાહેરાતો- પ્રવચનો અને સુત્રોમાં મહિલા સુરક્ષાની વાતો કરવાને બદલે ભાજપ નકકર પગલા લે
સબ સલામત અને સુરક્ષિત ગુજરાતની માત્ર જાહેરાતો કરતી ભાજપ સરકારની પોલ ખોલતા અને ગુજરાતમાં વધતા મહીલઓને લગતા ગુન્હાઓ અંગે ભાજપ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેન્કરએ જણાવ્યું હતું કે મહિલા સુરક્ષાની વાતો – જાહેરાતો વચ્ચે છેલ્લા પાંચ વર્ષ(૨૦૧૭-૨૧)માં ભાજપના રાજમાં ગુજરાતમાં ૪૦૬૦૦થી વધુ મહિલાને લગતા ગુન્હાઓ નોધાયા છે જે ગુજરાત માટે ખુબ ચિંતાજનક છે. રાજ્યમાં અપહરણ, બળાત્કાર, ઘરેલુ હિંસા, દહેજ મૃત્યુ અને શોષણ ,મહિલાઓ પર ઍસિડથી પણ હુમલા, મહિલાઓનું ટ્રાફિકીંગ, મહિલાઓ સાઇબર ક્રાઇમ સહિતના ગુન્હાઓ થઇ રહ્યા છે. ગુજરાતમાં સરેરાશ દર વર્ષે ૮૦૦૦થી વધુ મહિલાને લગતા ગુન્હાઓ નોધાય છે એટલે કે દર મહીને સરેરાશ ૬૭૦થી વધુ અને દરરોજ ૨૨થી વધુ મહિલાને લગતા ગુન્હોઓ નોધાય છે. ન નોધાયેલા ગુન્હાઓનો આંકડાઓ પણ ખુબ મોટો છે. રાજ્યમાં ૨૦૧૭માં ૮૧૩૩, વર્ષ ૨૦૧૮માં ૮૩૨૯, વર્ષ ૨૦૧૯માં ૮૭૯૯, વર્ષ ૨૦૨૦માં ૮૦૨૮ અને વર્ષ ૨૦૨૧માં ૭૩૪૮ જેટલા મહિલાને લગતા ગુન્હાઓ નોધાયા છે. મહિલા સુરક્ષાના તમામ કાયદા હોવા છતાં મહિલાઓ વિરુદ્ધના અપરાધના મામલા વધી રહ્યાં છે ત્યારે મહિલાઓ વિરુદ્ધ થતા અત્યાચારો ઉપર લગામ લગાવવા અને દીકરીઓને સુરક્ષા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે.
દેશમાં પણ સતત મહિલાઓને લગતા ગુના વધી રહ્યા છે. ભાજપ શાસનના નવ વર્ષના શાસનમાં મહિલાને લગતા ગુના અવિરત થઈ રહ્યા છે. આંકડા પ્રમાણે કોરોના મહામારીનું ૨૦૨૦ના વર્ષને છોડી દઈએ તો પ્રતિવર્ષ મહિલા વિરુદ્ધના ગુન્હાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં લોકશાહીના મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું બીજી બાજુ જે મહિલાઓ-દીકરીઓએ સમગ્ર દેશને માન-સન્માન-ગૌરવ અપાવ્યું તેમની સાથે કેવું ગેરવર્તણુક કરવામાં આવ્યું એ દેશે જોયું છે. દર વર્ષે દેશમાં સરેરાશ ૩૭૦૦૦૦થી વધુ મહિલાને લગતા ગુન્હાઓ નોધાય છે. માત્ર વર્ષ ૨૦૨૧માં જ ૪૦૯૨૭૩ જેટલા કેસો નોધાયા છે. જે દેશ માટે ખુબ જ ચિંતાનો વિષય છે. આદરણીય રાહુલગાંધીજીએ કહ્યું હતું કે ભાજપે “બેટી બચાવો’ સૂત્ર તો આપ્યું છે પરતું કોનાથી બચાવો. ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર પર બળાત્કારનો કેસ, સાંસદ પર એથ્લીટ્સ ખેલાડીઓની છેડતીનો આરોપ, નલિયા કાંડ સહિતના કેસોમાં કેટલાંય ભાજપના નેતા, પદાધિકારીઓના નામ મહિલા અત્યાચારમાં સામે ત્યારે ભાજપ કેમ મૌન થઇ જાય છે? જે ભાજપની મહિલા વિરોધી માનસિકતા દર્શાવે છે. માત્ર જાહેરાતો- પ્રવચનો અને સુત્રોમાં મહિલા સુરક્ષાની વાતો કરવાને બદલે ભાજપ નકકર પગલા લે તો જ મહિલાને લગતા ગુન્હાઓ અટકશે અને બહેન-દીકરીઓ સુરક્ષિત અનુભવશે.
ક્રમ વર્ષ ગુજરાતમાં મહિલાને લગતાની ગુન્હાઓની સંખ્યા
૧ ૨૦૧૭-૧૮ ૮૧૩૩
૨ ૨૦૧૮-૧૯ ૮૩૨૯
૩ ૨૦૧૯-૨૦ ૮૭૯૯
૪ ૨૦૨૦-૨૧ ૮૦૨૮
૫ ૨૦૨૧-૨૨ ૭૩૪૮
કુલ ૪૦૬૩૭