@ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના નવલપુર ગામના રહેવાસી એવા ઈશ્વરભાઈ ગરાસિયા CRPF જવાન નિવૃત થતા ગામમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. ઈશ્વરભાઈ ગરાસિયા નામના જવાન થતા તેમના સન્માનમાં ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢી સ્વાગત કરવામાં આવ્યું હતું. જવાનને ફુલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. CRPF જવાન નિવૃત થઈ વતનમાં પરત આવતા ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. ઈશ્વરભાઈ ગરાસિયાની શોભાયાત્રામાં લોકો મનભરીને ઝુમી ઉઠ્યા હતા.