ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલ્વે સ્ટેશન પાસે શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત(Train Accidents) થયો હતો. સ્ટેશન નજીક ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ શુક્રવારે મોડી રાત્રે જણાવ્યું કે ટ્રેન દુર્ઘટનામાં(Train Accidents) 207 લોકોના મોત થયા છે અને 900થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. હાલ રાહત કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. 2016 પછી આ સૌથી મોટો અકસ્માત છે.
સમય રીતે લાંબી મુસાફરીમાં જવું હોય તો લોકો ટ્રેનની મુસાફરી વધુ પસંદ કરતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ટ્રેનની મુસાફરી પણ સલામત થી રહી તે રેલ અક્સ્માતોએ(Train Accidents) સાબિત કરી આપ્યું છે. વર્ષ 2012થી અત્યાર સુધીમાં થયેલા અકસ્માતોની સંખ્યા પર નજર નાખીએ તો સ્પષ્ટ થઇ જશે કે રેલ મુસાફરી અબ સલામતના દવા માત્ર પોકળ જ છે. છેલ્લા દસ વર્ષમાં 10 મોટા રેલ અકસ્માત(Train Accidents) થયા છે. જેમાંથી મોટા ભાગના ટ્રેન અકસ્માતો ઉત્તર પ્રદેશમાં થયા છે. આવો એક નજર કરીએ છેલ્લા 10 વર્ષમાં થયેલા મોટા ટ્રેન અકસ્માતો પર, જેણે રેલ મુસાફરોના મનમાં ડર પેદા કર્યો છે.
છેલ્લા 10 વર્ષમાં થયેલા મોટા રેલ અકસ્માતો(Train Accidents) નીચે મુજબ છે:-
વર્ષ 2012:
22 મેના રોજ એક રેલ દુર્ઘટનામાં, આંધ્ર પ્રદેશ નજીક એક માલગાડી અને હુબલી-બેંગલોર હમ્પી એક્સપ્રેસ વચ્ચે ટક્કર થઈ હતી. ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી જતાં અને તેમાંથી આગ લાગવાથી લગભગ 25 લોકોના મોત થયા હતા અને લગભગ 43 લોકો ઘાયલ થયા હતા.
વર્ષ 2014:
26 મેના રોજ ઉત્તર પ્રદેશના સંત કબીર નગર વિસ્તારમાં ગોરખપુર તરફ જઈ રહેલી ગોરખધામ એક્સપ્રેસ ખલીલાબાદ સ્ટેશન પાસે રોકાયેલી માલગાડી સાથે અથડાઈ હતી, જેમાં 25 લોકોના મોત થયા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા.
વર્ષ 2016:
20 નવેમ્બરના રોજ, ઉત્તર પ્રદેશના કાનપુર શહેરથી 100 કિલોમીટર દૂર પુખરાયન નજીક ઈન્દોર-પટના એક્સપ્રેસ 19321ના 14 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાં 150 મુસાફરોના મોત થયા હતા અને 150 થી વધુ ઘાયલ થયા હતા.
વર્ષ 2017:
23 ઓગસ્ટના રોજ, ઉત્તર પ્રદેશના ઔરૈયા નજીક દિલ્હી જતી કૈફિયત એક્સપ્રેસના નવ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જેમાં લગભગ 70 લોકો ઘાયલ થયા.
વર્ષ 2017:
18 ઓગસ્ટના રોજ, ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં પુરી-હરિદ્વાર ઉત્કલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ, જેમાં 23 લોકોના મોત થયા અને 60 જેટલા લોકો ઘાયલ થયા.
વર્ષ 2022:
13 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર વિસ્તારમાં બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના લગભગ 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે અને 36 લોકો ઘાયલ થયા છે.
વર્ષ 2023:
આ અત્યાર સુધીનો સૌથી મોટો રેલ અકસ્માત છે. 2 જૂનના રોજ, ઓડિશાના બાલાસોર જિલ્લામાં કોરોમંડલ એક્સપ્રેસ અને બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ અને માલસામાન ટ્રેનના પાટા પરથી ઉતરી જવાથી 230 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 900 થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા.