@સુલેમાન ખત્રી, છોટાઉદેપુર
છોટાઉદેપુર જીલ્લાના બોડેલી વડોદરા હાઇવે પર આવેલા પીઠા ,પાટણા, જોજવા ગામ પાસે વારંવાર અકસ્માત સર્જાવાના બનાવો બનતા રહ્યા છે ખાસ કરીને બોડેલી થી ડભોઇ ના બનેલા નવા માર્ગ બાદ બેફામ દોડતા વાહનોને લઇ અકસ્માતો ની વણઝાર લાગી છે
જેમા કેટલાય નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જયારે કેટલાક લોકો ને ગંભીર ઇજાઓ પહોંચવાના બનાવો બનતા આ વિસ્તાર અકસ્માત ઝોન તરીકે ઓળખાય રહ્યો છે
ત્યારે આજે સવારે એક અકસ્માત ના બનેલા બનાવમા એક અજાણ્યા ટ્રકે ઇકો કારને ટક્કર મારતા ઇકોમા સવાર એક મહિલા ભીખીબૅન અરવિંદ ભાઈ ગોલાગામડી ના રહેવાસી ઉંમર 60 વર્ષ જેનુ અકસ્માતમા મોત નિપજ્યું છે જ્યારે ઇકોમા સવાર રિયા પરસોતમ નાગર, ઈશા રાઠવા, સેજલ રાઠવા સહીત 5 થી 6 જેટલા ને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને બોડેલી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે
અકસ્માત સર્જાતાં બોડેલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી જયારે ઘટના સ્થળ પર લોકો ના ટોળા એકત્રીત થઈ ગયા હતા
હાલતો પોલીસે અજાણ્યા વાહનની તપાસ હાથ ધરી કાયદેસર ની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે