અમરેલી જિલ્લામાં આવેલ બગસરા બાયપાસના ખેત મજૂર ચતુરભાઈ નાથાભાઇ પાઘડાળની વાડી નજીક તારીખ 31-05-2023 નદી કાંઠેથી લાશ મળતા ચકચાર મચી હતી બગસરા પોલીસએ ઘટનાની ગંભીરતા દાખવી જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી લાશ બાવળની કાટમાંથી મળી આવી હતી અને માથાના ભાગે ઇજા થતાં નાક કાન અને મોઢાના ભાગે લોહી નીકળલ હોય સમગ્ર ઘટનાને લઈ બગસરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુન્હો નોંધાયો હતો ત્યારબાદ ભેદ ઉકેલવા માટે અમરેલી એસપી હિમકર સિંહ દ્વારા બગસરા પોલીસ એલસીબી સહિત 7 જેટલી અલગ અલગ ટીમો બનાવી ભેદ ઉકેલવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આ તપાસ દરમ્યાન મૃતક વિશે ગંભીરતા પૂર્વક ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરતાં મૃતક 20 વર્ષીય હત્યા કરાયેલી લાશ અંગે તેના નજીકના વિસ્તાર માંથી પોલીસને એક થેલો મળી આવ્યો હતો જેમાં.આધારકાર્ડ પાન કાર્ડ તેમજ વિકલાંગ પાસ મળી આવતા જે અંગે પોલીસ દ્વારા ખરાઈ કરતા મૃતક પ્રકાશ શંકરભાઇ રાઠવા રે.કોલ જી.છોટાઉદેપુર હોવાનું ખુલ્યું અને તેમના પિતા સાથે પોલીસ એ ખાત્રી કરી તેમનો જ પુત્ર છે ઘટના બાદ અમરેલી એલસીબી પી.આઈ.અલ્પેશ પટેલ, પી.આઈ.આઈ.જી.ગીડા દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો કેટલાક મહત્વના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી ક્યાં ક્યાં વાહનોનો ઉપયોગ કરાયો અને બગસરા સુધી કેવી રીતે આવ્યો કેટલાક ફુટેજમાં પોલીસએ અભ્યાસ કર્યો ફોટોગ્રાફના આધારે પોલીસ આરોપી સુધી પોહચી તપાસ કરતા મુકેશ ભુપતભાઇ ચોરાલા રે ગોપાલગ્રામનો રેહવાસીની પોલીસએ ધરપકડ કરવામાં આવી અને પૂછ પરછ દરમ્યાન પોલીસને ગુન્હાનો અંજામ આપ્યાની કબૂલાત આપવામાં આવી હતી
આરોપીની પોલીસએ પૂછ પરછ કરતા ચોંકાવનારું કારણ બહાર આવ્યું
આરોપી મુકેશ ઉર્ફે મુકો ભુપતભાઇ ચારોલા ઉંમર 35 બગસરા નજીક આંટાફેરા કરતા મૃતક પ્રકાશ રાઠવા મળ્યો જે આંખે અંધ હતો તેની સાથે વાતચીત કરી પરિચય કેળવેલ આ પ્રકાશ રાઠવાને અમરેલી આવું હોય બસની રાહ જોતો હતો તેને આરોપીએ આઈ.ટી.આઈ.પાસેથી બસ મળી જશે તેવું કહી પોતાની સાથે આવવાનું કહેતા આ પ્રકાશ રાઠવા તેની રિક્ષામાં બેસી બગસરા આઈ.ટી.આઈ.રોડ પાસે સાથે નીકળ્યા આ દરમ્યાન આરોપી મુકેશ ચારોલાએ બગસરા હામાપુરના કાચા રસ્તે બાવળની કાટમાં લઇ મૃતક પ્રકાશ રાઠવાને સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા કહ્યું પ્રકાશ રાઠવા ના પાડતા બને વચ્ચે ઝપાઝપી થઈ અને મુકેશ ચારોલાએ પથર સાથે પ્રકાશ રાઠવાનું માથું ભટકાવતા ગંભીર ઇજા થતાં મોત થયા બાદ મામલો હત્યામાં પલટયો અને મોબાઈલ ફોન તથા 500 રૂપિયા પણ ઉઠાવી ગયો હતો
આરોપી વિરુદ્ધ 4 ગુન્હા નોંધાયેલા છે
અમરેલી એસલીબી ટીમ અને બગસરા ડી.સ્ટાફની મહત્વ પૂર્ણ તપાસ અને પૂછ પરછ દરમ્યાન કેટલાક અન્ય ગુન્હાને પણ અંજામ આપી ચુક્યો છે જેમાં સાવરકુંડલા ચલાલા અમરેલી સીટી ચલાલા સહિત કુલ 4 જેટલા ગુન્હા બાદ આજે પાંચમો હત્યાનો ગુન્હો નોંધાયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે
@paresh parmar, amreli