- Godhra ન. પાલિકાનો વહીવટ શર્મસાર : લકવાગ્રસ્ત નિવૃત કર્મચારી રક્ષેશ પરીખના પેન્શનના નાણાં આપોની કાકલૂદીઓ સાથે પરીવારના પાલિકા કચેરીમાં મજબૂરીઓના દેખાવો.!!
@#મોહસીન દાલ, ગોધરા
Godhra નગર પાલિકા કચેરીમાં આવેલા ઓક્ટ્રોય વિભાગમાં પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર નિવૃત્ત પેન્શનર રક્ષેશકુમાર મોહનલાલ પરીખ પટાવાળા તરીકે નોકરી કરી ચૂક્યા છે. હાલ તેઓ રિટાયર્ડ થઈ ગયા છે અને સંજોગવશ તમને લકવાગ્રસ્ત(Paralyzed) અને બ્રેઈન હેમરેજ(Brain hemorrhage) જેવી બીમારીથી પીડાઈ રહ્યાં છે. ત્યારે છેલ્લા ચાર મહિનાથી પોતાના પિતાની માંદગીનો ખર્ચો કરીને થાકી ગયેલા જીગરભાઈ પરીખ ન છૂટકે પોતાના હક્કનાં પેન્શનના પૈસા માટે તેમજ પોતાના પરિવારની કથડાયેલી પરિસ્થિતિના કારણે છેલ્લા પાંચ મહિનાઓથી પેન્શન વંચિત અને લક્વા ગ્રસ્ત તથા બ્રેઈન હેમરેજથી પીડાતા પિતા રક્ષેશ પરીખ અને તેમની માતાને લઈને ગોધરા નગર પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરની ચેમ્બરની સામે ધરણા ઉપર બેસી ગયા છે. જ્યાં સુધી નગરપાલિકા તંત્ર પેન્શનના નાણાંનું ચુકવણું નહીં કરે ત્યાં સુધી તેઓ પોતાના પિતા અને માતાને લઈને અહીં બેસી રહેશે.
GODHARA નગરપાલિકા ઓક્ટ્રોય વિભાગમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા નિવૃત્ત પેન્શનના રક્ષેશકુમાર મોહનલાલ પરીખને હાલ લકવાગ્રસ્ત અને બ્રેઈન હેમરેજ જેવી બીમારીથી પીડાઈ રહ્યા છે. છેલ્લા ચાર મહિનાથી જીગરભાઈ પરીખ પિતાની માંદગીના બીમારીનો ઈલાજ કરાવી રહ્યો છે. હાલમાં તેમના પિતાનું છેલ્લા પાંચ મહિનાથી પેન્શન થયેલું નથી. જેથી પરિવારનું ભરણ પોષણ કરવું અઘરું બની ગયું છે. વારંવાર નગરપાલિકા ચીફ ઓફીસરને પેન્શનની માંગણી કરવા છતાં અમને પેન્શન આપવામાં આવતું નથી.
જીગરભાઈ પરીખ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આજે નગર પાલિકા કચેરીના ચીફ ઓફિસરની કચેરી સામે હું અને મારા લકવાગ્રસ્ત પિતાને લઈને બેઠો છું. હું ફેબ્રુઆરી મહિનાથી ગોધરા નગરપાલિકા ચીફ ઓફિસરને પેન્શનની માંગણી કરતો આવ્યો છું અને મને સ્પેશિયલ કેસ તરીકે પેન્શન આપો, પરંતુ ગોધરા નગર પાલિકા ચીફ ઓફિસર આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા છે. આ બાબતે નિવૃત્ત પેન્શન ગણ કર્મચારીએ પણ અમારી ભલામણ કરી તેમજ નગરપાલિકા પ્રમુખે લેટર પણ લખી આપ્યો કે આમને પેન્શન આપી દેવું છતાં પણ નગરપાલિકા ચીફ ઓફિસર પેન્શન મંજૂર કરવા તૈયાર નથી. હાલ અમારા સ્થિતિ ખરાબ છે અને ઘર ચલાવી શકતા નથી. અમારા બાળકનું એજ્યુકેશન રોકાઈ ગયું છે અને મારા બાળકનું એડમિશન પણ અપાયું નથી. કારણ કે તેની બીજા વર્ષની બાકી ફી મે મારા પિતાના માંદગીમાં ખર્ચો ઉઠાવી. તેમજ આમ તેમ એકબીજા જોડે ઉછીનાં પાછીના નાણાં લઈને થાકી ગયો છું. હું હજુ સુધી મારા મકાનનું ભાડું પણ ભરી શક્યો નથી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગોધરા નગર પાલિકા ચીફ ઓફિસર આર.એચ. પટેલને વારંવાર રજૂઆત કરવામાં આવી ત્યારે હાલ ૨૯મી મેના રોજ ખાલી એક પેન્શન આપેલ છે. જેથી નિવૃત્ત પેન્શનર કર્મચારી દ્વારા ભલામણ કરવામાં આવી રહી છે કે આ લોકોના ઘરમાં ખૂબ જ તકલીફ છે અને માંદગીના ખર્ચ, ઘરનો ખર્ચ મકાન ભાડું ભરવા માટે તેમને પેન્શન સ્પેશિયલ કેસમાં આપો તેવી રજૂઆત કરવા છતાં પણ ચીફ ઓફિસર પેન્શન આપવા માટે તૈયાર નથી. અને કહે છે કે નગરપાલિકાની હાલત કફોડી છે ત્યારે અમે તેમને કહ્યું કે તમારી પાસે પેન્શનના પૈસા ચૂકવવાના ન હોય તો સરકારને ઉપર જાણ કરો ત્યારે તેઓ અમને ઉલટો જવાબ આપે છે કે હું ઉપર રજૂઆત કરી દઈશ કે તમારું પેન્શન બંધ કરી દે. ત્યારે જીગર પરીખ મીડિયાના માધ્યમથી કહેવા માગે છે કે હાલ તો ૩૦૦ થી ૪૦૦ પેન્શનરો જેમાંથી ૧૦% લોકોની હાલત ખૂબ જ ખરાબ છે અને ગંભીર સ્થિતિ છે.
આગળ જીગર પરીખ રજૂઆત કરતા કહે છે કે, અમારું જીવન નિર્વાહ કરવા માટે માંદગીમાં નિવૃત્ત પેન્શનરો સારવાર કરાવી શકે તો સરકાર આમાં રસ દાખવી નગરપાલિકાની પ્રાથમિક ધોરણે ગોધરા નગરપાલિકાની તપાસ કરી. કેમ આવી કફોડી હાલત છે. વસુલાત કેમ આવતી નથી, કેમ નેતાઓ અને કાઉન્સિલરો ઇનવોલ થાય છે, ટેક્સ ઉઘરાવવા જાય તો કર્મચારીને ફોન કરી દે છે કે મેનેજમેન્ટ નથી , વસૂલાત કરવા જઈએ તો પૈસા આવતા નથી, તો તેમાં નિવૃત પેન્શનરનો શું વાંક છે. તેનો જીવનનિર્વાહ કેવી રીતે ચલાવી શકે માટે સરકારને રજૂઆત છે કે નગર પાલિકાને હસ્તક્ષેપ કરી નિર્ણય લેવામાં આવે. હવે હું મારા પપ્પાની માંદગીની સારવાર માટે છોકરાના એજ્યુકેશન તેમજ જીવન નિર્વાહ ચલાવી શકું તેમ નથી. જેથી જ્યાં સુધી નગર પાલિકા મારા પિતાનું પેન્શન નહીં આપે ત્યાં સુધી હું મારા મમ્મી-પપ્પાને લઈને અહીં બેસી રહીશ.
પર્યાવરણનો(environment) સૌથી મોટો દુશમન છે વિકાસ
અરવલ્લી/ ધનસુરા તાલુકા વિસ્તારમાં અજગરનો દેખાડો(python)
અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ, પતરાંના શેડ ઉડ્યા
Godhra ન.પાલિકા પાસે પૈસા નથી ના સત્તાધીશોના ઉધ્ધત જ્વાબોમાં નિવૃત કર્મચારીઓ પણ બેહાલ…..
ACCIDENT/ ઉના કંસારી રોડ પર એસ ટી બસ અને કાર વચ્ચે અકસ્માત, કારનો બુકડો બોલી ગયો.
Kadana મામલતદાર કચેરીના સરકારી ધાબા ઉપર થર્ટી ફર્સ્ટની શેખી મારતી ઉજવણી ભારે પડી…..