- બાયપાસ હાઇવે પર કોઇ જાતના સ્પીડબ્રેકના સુચનો બોર્ડ ન હોવાથી અકસ્માતોની ઘટના વધી….
@કાર્તિક વાજા, ઉના
ACCIDENT: Una બાયપાસ પર ACCIDENTની ઘટના અવાર નવાર બનતી હોય તેમ નાનામોટા ACCIDENT રોજ બનતા હોય ત્યારે બાયપાસ હાઇવે તપોવન પાટીયા પાસે સ્પીડબ્રેક(speed breker) ન હોવાના કારણે છેલ્લા અઠવાડીયામાં અલગ અલગઅ ત્રણ અકસ્માત(accident) સર્જાયા હતા જેમાં એકનું મોત પણ નિપજ્યુ હતું.
ત્યાં આજે નજીક આવેલ કંસાર રોડ પર બાયપાસ ચોકડી પાસે પણ હાઇવે દ્રારા કોઇજાતના સ્પીડબ્રેક તેમજ સુચન બોર્ડ મુકાયેલ ન હોવાના કારણે અવાર નવાર અકસ્માત(accident) સર્જાય છે.. ત્યારે ઊના કંસાર રોડ પરથી રાજકોટ-દિવ રૂટની એસટી બસ ઉના તરફ આવતી હતી. ત્યારે બાયપાસ હાઇવે ભાવનગર(bhavnagar) તરફથી આવતી કાર બાયપાસ કંસાર રોડ(kansar road ) પર એસ ટી બસ(gsrtc) સાથે ઘડાકાભેર ભટકાતા બસમાં પેસેન્જરો તેમજ કારમાં બેઠલા તમામનો આબાદ બચાવ થયો હતો. જ્યારે કારનુ આગળનો બોનેટનો બુકડો બોલી ગયેલ આ અકસ્માતમાં કોઇ જાનહાની થયેલ ન હતી. કંસારી બાયપાસ રોડ પર સ્પીડબ્રેક મુકવા વાહન ચાલકોની માંગ ઉઠવા પામેલ છે.
રાજકોટ-દિવ(rajkot div) રૂટની એસટી બસ ઉના તરફ આવતી હતી. અને રાજકોટ થી મીત્રો સાથે કારમાં દિવ ફરવા જતા હોય એ દરમ્યાન ઉનાના કંસારી રોડ પર આવેલ બાયપાસ હાઇવે ચોકડી પર કાર નં.જી જે ૦૩કેસી ૭૮૨૬ ના ચાલકે પુરપાટ ઝડપે આવતા કાર ધડાકાભેર રાજકોટ-દિવ રૂટની એસ ટી બસ નં.જી જે ૧૮ઝેડ ૬૮૨૧ની સાઈડમાં આવેલ દરવાજો અને કંડકટર સીટની નીચેના ભાગે ધડાકાભેર ભટકાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારના આગળનો ભાગ બોકડો બોલી ગયેલ હતો. તેમજ બસનો દરવાજો અને પગથીયાને નુકસાન થયેલ હતું. આ અકસ્માતમાં કોઇ જાનહાની થઇ ન હતી.
એસટી બસના મહીલા કંડક્ટરે જણાવેલ હતુ કે હાઇવે પર સાઇડમાં હાથ બહાર કાઢેલ હોવા છતાં કાર એટલી સ્પીડમાં આવતી હોવાથી અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાજ કારમાં એરબ્રેક પણ ખુલી ગયા હતા. આ અકસ્માતમાં કારમાં બેઠેલા બે યુવાનોને સામાન્ય ઇજા પહોચી હતી. જ્યારે તમામ યુવાનોનો આબાદ બચાવ થયેલ હતો. જ્યારે એસટી બસમાં ૪૫ જેટલા પેસેન્ટરો હોય કાર ધડાકાભેર અથડાતા તમામ પેસેન્ટરોના જીવ તાવડે ચઢી ગયા હતા. અને તમામ લોકો ગભરાઇ ગયેલ હતા. જોકે કોઇને જાનહાની થઇ નથી. પરંતુ બસમાં ચઢવાના પગથીયાના કચડધાર થઇ જતાં બસમાં બેઠેલા પેસેન્ટરો પણ બસની નીચે ઉતરવામાં મુશ્કેલી અનુભવી હતી. આ ઘટના બનતા એસ ટી બસના ડ્રાઇવરે ડેપોના ઉચ્ચઅધિકારીને જાણ કરતા એસટી કર્મચારી તેમજ પોલીસ ઘટના સ્થળે પહોચી ગયેલ અને પોલીસમાં ફરીયાદ અંગેની તજવિજ હાથ ધરેલ છે.
પર્યાવરણનો(environment) સૌથી મોટો દુશમન છે વિકાસ
અરવલ્લી/ ધનસુરા તાલુકા વિસ્તારમાં અજગરનો દેખાડો(python)
અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ, પતરાંના શેડ ઉડ્યા
Godhra ન.પાલિકા પાસે પૈસા નથી ના સત્તાધીશોના ઉધ્ધત જ્વાબોમાં નિવૃત કર્મચારીઓ પણ બેહાલ…..
ACCIDENT/ ઉના કંસારી રોડ પર એસ ટી બસ અને કાર વચ્ચે અકસ્માત, કારનો બુકડો બોલી ગયો.
Kadana મામલતદાર કચેરીના સરકારી ધાબા ઉપર થર્ટી ફર્સ્ટની શેખી મારતી ઉજવણી ભારે પડી…..