- સાવલી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ ટીમોની સંયુક્ત તપાસમાં ૫ આરોપીઓની ધરપકડ…..
- હાલોલના જતીન દરજીની હત્યા ખુદ પત્ની બીરલ અને બિલ્ડર પ્રેમી ધર્મેશ પટેલના પ્રેમ પ્રકરણમાં કરવામાં આવી હોવાના પર્દાફાશ થી ભારે ખળભળાટ.!!
- ધર્મેશ પટેલે નાગજી ભરવાડને ટ્રકના હપ્તા હું ભરી દઈશ ની સોપારી આપી હતી.
- સાવલી પોલીસ જતીન હત્યા કેસમાં ઘરે આવશે ની દહેશતોમાં ચબરાક પત્ની બીરલે પોતાનો મોબાઈલ ફોન ગટરમાં ફેંકી દીધો હતો.!!
@મોહસીન દાલ, ગોધરા
હાલોલના જતીન દરજીના(jatin darji) હાઈપ્રોફાઈલ મર્ડર કેસમાં(murder case) જતીનની હત્યા ખુદ પત્ની બીરલે પોતાના પ્રેમી બિલ્ડર અને જતીનના ધંધાકીય ભાગીદાર ધર્મેશ પટેલના ઇશારે કરવામાં આવી હોવાના ચોંકાવનારા રહસ્યો બહાર આવતા ભારે ખડભડાટ પ્રસરી જવા પામ્યો છે. એમાં ચોકાવનારી હકીકત એવી છે કે બિલ્ડર ધર્મેશ પટેલે(dharmesh patel) પોતાની પ્રેમિકાને ખુશ રાખવા માટે ભાગીદાર મિત્ર જતીન દરજીની હત્યા કરવા માટે સોપારી પેટે રોકડા રૂપિયા નહીં પરંતુ નાગજી ભરવાડને(nagaji BHarvad) હપ્તેથી અપાવેલ ટ્રકના હપ્તાઓ પોતે ભરશે ની આપેલ વિચિત સોપારીને લઈને પ્રતાપપુરા ખાતે રહેતા નાગજી મહેરામ ભરવાડે ગત તા.૩૧’ની મધ્યરાત્રીએ જતીન દરજીને ઉત્તમનગર કેનાલ પાસે દારૂની મહેફિલ ઉજવ્યા બાદ ભાડૂતી હત્યારાઓની મદદથી ગળું દાબીને હત્યા કર્યા બાદ આ ઘટના બહાર ના આવે આ માટે જતીનના મૃતદેહને ખાખરીયા પાસે રેલ્વે ટ્રેક(railway track) ઉપર મૂકીને અકસ્માતે મોત માં ખપાવી દેવાના ખેલેલા પિશાચી ખેલો સામે સાવલી પોલીસ તંત્ર અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલ ધનિષ્ઠ તપાસોના અંતે જતીન દરજીની હત્યા ખુદ પત્ની બિરલ અને ભાગીદાર મિત્ર ધર્મેશ ઉર્ફે ધમો પ્રવિણચંદ્ર પટેલે એકમેકના પ્રેમ સંબંધમાં કરી હોવાનું બહાર આવ્યું છે.!!
ઉલ્લેખનીય છે કે, છ દિવસ અગાઉ સાવલી(savali) તાલુકાના ખાખરીયા ગામની સીમમાંથી પસાર થતી દિલ્હી- બોમ્બે રેલ્વે ટ્રેક પર ત્રણ ટુકડા થઈ ગયેલ જતીનભાઈ હરેશભાઈ દરજી (રહે. 43, મંગલમૂર્તિ ડુપ્લેક્સ, હાલોલ )ની લાશ મળી આવી હતી. બનાવના પગલે સાવલી પોલીસે અકસ્માત ગુન્હો રજીસ્ટર કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન જતીનની હત્યા થઇ હોવાની વિગતો બહાર આવતા હત્યારાઓને ઝડપી પાડવા સાવલી પોલીસ મથકના પી.એસ.આઈ.રાજેશ વાઘેલા, એલ.સી.બી. પી.આઈ. કૃણાલ પટેલ અને તેમની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.
આ સનસનીખેજ હત્યાના(murder) બનાવ અંગેની માહિતી આપતા ડી.વાય.એસ.પી. બી.એચ.ચાવડાએ જણાવ્યું હતું કે, એક કોલ રેકોર્ડિંગ પરથી હત્યા થયાનું બહાર આવ્યું હતું અને મૃતકના પત્ની બીરલબેન જતીનકુમાર દરજીની ફરીયાદના આધારે નાગજી મહેરામ ભરવાડ વિરુદ્ધ અને અન્ય વણ ઓળખાયેલી વ્યક્તિ સામે પોલીસે હત્યાનો ગુન્હો નોધ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે વિજય રામાભાઈ (રહે. ચાપાનેર તાલુકો સાવલી) ની ધરપકડ કરી હતી. જેની પ્રાથમિક તપાસમાં અન્ય એક સાથીદાર સંદીપભાઈ કનૈયાલાલ બલાઈ (રહે. નેવડીયા વસાહત તાલુકો કાલોલ)ની ધરપકડ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, બનાવના દિવસે નાગજી ભરવાડ મૃતક જતીન દરજીને પોતાની કારમાં લઈને આવ્યો હતો અને દારૂ પીવા માટે ઉપરોક્ત બંને ઈસમોને બોલાવ્યા હતા અને કેનાલ પાસે બેસીને ચારેય ઈસમોએ દારૂ પીધો હતો. ત્યારબાદ ખાખરીયા ગામની સીમમાં આવેલ રેલવે ટ્રેકની બાજુમાં આવેલા ખેતરમાં ગળું દબાવીને જતીનભાઈ દરજીની હત્યા કરી હતી. ત્યારબાદ મૃતકના મૃતદેહને રેલવે ટ્રેક પર મૂકીને ફરાર થઈ ગયા હતા. જે મૃતદેહ પરથી ટ્રેન પસાર થતાં ત્રણ ટુકડા થઈ ગયા હતા.
ડી.વાય.એસ.પી. બી.એચ.ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પત્ની બિરલને પોતાની જ સોસાયટીમાં રહેતા પતિના ધંધાકીય બિલ્ડર મિત્ર ધર્મેશકુમાર ઉર્ફ ધમો પ્રવિણભાઇ પટેલ (રહે.૧૪, મંગલમૂર્તિ ડુપ્લેક્સ, હાલોલ) સાથે આંખ મળી જતાં પ્રેમ સંબંધ બંધાયા હતા. બીજી બાજુ પતિ સાથે ઝઘડાઓ થતા હોવાથી બિરલ ત્રાસી ગઇ હતી. અને જતીનનો કાંટો કાઢવા પ્રેમી ધર્મેશ પટેલ સાથે મળી પતિ જતીનને મોતને ઘાટ ઉતારવા યોજના બનાવી હતી. અને બનાવેલા પ્લાન મુજબ જતીનની હત્યા કરવા નાગજી ભરવાડને હપ્તા ઉપર આપાયેલી ટ્રકના હપ્તા ન ભરવા અને ટ્રક લઇ લેવાની લાલચ આપી સોપારી આપી હતી. નાગજી ભરવાડે ૫૦ હજારમાં વિજય રામા ભાઈ (રહે. ચાપાનેર તાલુકો સાવલી) અને સંદીપ કનૈયાલાલ બલાઈ (રહે. નેવડીયા વસાહત તાલુકો કાલોલ)ને આપવાનું નક્કી કરી, રૂપિયા 5-5 હજાર એડવાન્સ પેટે આપી જતીન દરજીની હત્યા કરાવી હતી.
યોજનાના ભાગરૂપે જતીન દરજીનું મોત અકસ્માતમાં(accident) ખપાવવા માટે પહેલાં તેનું ગળું દબાવી હત્યા કરી હતી. તે બાદ તેની લાશ બોમ્બે દિલ્હી રેલ્વે ટ્રેક ઉપર મૂકી ફરાર થઇ ગયા હતા. રાત્રી દરમિયાન પસાર થયેલી કોઇ ટ્રેન નીચે જતીન દરજીની લાશ ત્રણ ટુકડામાં સાવલી પોલીસને મળી આવી હતી. પોલીસે જેતે સમયે અકસ્માતે મોતનો ગુન્હો દાખલ કર્યો હતો. હવે આ બનાવમાં મૃતક જતીન દરજીની પત્ની બિનલ દરજી, તેના બિલ્ડર પ્રેમી ધર્મેશ પટેલ, નાગજી ભરવાડ, વિજય રામા અને સંદિપ બલાઇ સહિત ૫ સામે હત્યાનો ગુન્હો દાખલ કરીને તમામની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
હાલોલના જમીન દલાલ જતીન દરજીની હત્યા પત્ની બિરલ અને તેના બિલ્ડર પ્રેમી ધર્મેશ ઉર્ફ ધમો પટેલે કરાવી હોવાનો પર્દાફાશ થતા હાલોલમાં ચકચાર પ્રસરી જવા પામી છે.
જતીનની હત્યાની ઉજવણી પત્ની બીરલ અને પ્રેમી ધર્મેશે પ્રેમાલાપ સાથે કરી હોવાની ચર્ચાઓ.!!
પતિ જતીન દરજીની હત્યા પૂર્વ યોજીત એક્શન પ્લાન પ્રમાણે નાગજી ભરવાડે કરી દીધી હોવાની ખબરોથી ખુશહાલ થઈ ગયેલ પત્ની બીરલ અને પ્રેમી ધર્મેશ પટેલ બન્નેએ જતીનની હત્યાની ઉજવણી પ્રેમાલાપ સાથે કરી હોવાની નિર્લજ્જ ચર્ચાઓ પણ સમાંતરે હવે બહાર આવી છે. એટલું જ નહિ જતીનના અકસ્માતે મોતની ખબરોના ગોઝારા દ્રશ્યો જોયા બાદ પત્ની બીરલબેન ઉપર આભ તૂટી પડવાના બદલે એકદમ બેફિકર દેખાતી પત્ની બીરલબેન જતીનના મિત્રો અને સ્વજનો સમક્ષ આપણે કોઈ ફરીયાદ નથી કરવી ના બેબસ જૂઠાણાઓ શરૂ કરતાં જ જતીન હત્યાકાંડમાં પત્ની બીરલ ખુદ આશંકાઓના દાયરામાં આવી ગઈ હતી.!!
જતીનની હત્યાના પ્રેમ પ્રકરણે બે ખુશહાલ પરીવારો તબાહ…..
હાલોલ શહેરના મંગલમુર્તિ સોસાયટીમાં જતીન દરજીના હત્યાકાંડ.આ પ્રેમ પ્રકરણના થયેલા પર્દાફાશમાં બે ખુશહાલ પરીવારો વેર વિખેર થઈ ગયા હોવાની કરુણતા પ્રસરી જવા પામી છે. એમાં જતીન સાથે ૧૬ વર્ષો પહેલા પ્રેમ લગ્ન કરનાર બીરલે પતિની હત્યાનો પ્લાન બનાવીને પોતાના બે સંતાનો પુત્રી અને પુત્રના પિતૃત્વને છીનવ્યા બાદ પોતે પતિની હત્યાના આરોપમાં જેલમાં જતા આ બન્ને માસૂમ સંતાનો નોંધારા બની ગયા જ્યારે બિલ્ડર ધર્મેશ પટેલે પોતાની વ્હાલસોયી પત્ની અને બે માસૂમ સંતાનોના ભવિષ્યને ભૂલી જઈને પ્રેમિકા બીરલને ખુશ રાખવા માટે જતીનની હત્યા કરવાના આ પ્રકરણમાં ઝડપાઈ ગયેલા ધર્મેશ પટેલના ઘરમાં પણ ભારે આઘાત પ્રસરી જવા પામ્યો છે.!!