મોરબીમાં માજી મંત્રીએ ખાતમહુર્ત કરેલ રોડના અધૂરા કામ પૂરા કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીમાં રાજકોટથી ૮-અ નેશનલ હાઈવે, બાય પાસથી લીલાપર સુધીનો કેનાલની બીજી બાજુના રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જે કામ હજુ પણ અધૂરું છે અને જે જગ્યાએ કામ કરવામાં આવ્યું છે ત્યાં રોડ તૂટવા લાગેલ છે ત્યારે વહેલી તકે કામ કરવામાં આવે અને જલ્દી કામ પૂરું કરવામાં આવે તેના માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, જુદાજુદા રોડનું કામ મોરબી નગર પાલિકા દ્વારા ચાલુ કરવામાં આવેલ હતું જેનું ખાતમહુર્ત ત્યારના મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા કરવામાં આવેલ હતું. પરંતુ આ રોડનું કામ ખુબ જ નબળી ગુણવતાનું છે ઘણી જગ્યાએ રોડ તૂટી જવા પામેલ છે. અને હાલમાં ભીમાણી પ્રોવિઝન સ્ટોર પાસે રીપેરીંગ પણ કરવામાં આવેલ છે. પરંતુ આ રોડનું કામ હજુ પૂરું થયેલ નથી. ઘણી જગ્યાઓએ કામ અધૂરું છોડી દેવામાં આવેલ છે. અને ઘણું કામ હજુ બાકી પણ છે. અને કરેલ કામ તૂટી જવા પામેલ છે. તેનું દરેક જગ્યાએ રીપેરીંગ પણ કરવામાં આવેલ નથી અને આ અધૂરા અને નબળા કામ પર હાલમાં જયારે કામો પુરા નથી થયા તો પણ પુરા થયા પછી. જે રીતે સફેદ પટા મારવામાં આવેલ છે તેવા પટા મારવામાં આવેલ છે. એટલે કે હવે આ બાકી કામો કરવાના નથી તેવું દેખાઈ રહ્યું છે ત્યારે અધૂરું કામ જલ્દી પૂરું કરવામાં આવે અને જ્યાં નબળું કામ થયેલ છે. ત્યાં ફરીથી કરવામાં આવે કે રીપેરીંગ કવામાં આવે અને આ રોડ લીલાપરથી બાયપાસ સુધી લોકોના ઉપયોગ માટે ખુલ્લો મુકવામાં આવે તેવી માંગ કરી છે.
પર્યાવરણનો(environment) સૌથી મોટો દુશમન છે વિકાસ
અરવલ્લી/ ધનસુરા તાલુકા વિસ્તારમાં અજગરનો દેખાડો(python)
અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ, પતરાંના શેડ ઉડ્યા
Godhra ન.પાલિકા પાસે પૈસા નથી ના સત્તાધીશોના ઉધ્ધત જ્વાબોમાં નિવૃત કર્મચારીઓ પણ બેહાલ…..
ACCIDENT/ ઉના કંસારી રોડ પર એસ ટી બસ અને કાર વચ્ચે અકસ્માત, કારનો બુકડો બોલી ગયો.
Kadana મામલતદાર કચેરીના સરકારી ધાબા ઉપર થર્ટી ફર્સ્ટની શેખી મારતી ઉજવણી ભારે પડી…..