@mohsin dal, godhara
પ્રાપ્ત વિગત અનુસાર તા.૩’ જૂનના રોજ ગોધરા રેલ્વે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નં. ૩ ઉપર રાત્રીના સમયમાં આવેલ ટ્રેન નંબર ૧૨૯૯૫ બાંદ્રા અજમેર ટ્રેનમાં જનરલ કોચમાં તપાસ કરતા એક ૯ વર્ષીય સગીર દીકરી પોતાની બહેન અને જીજાજી સાથે ગુજરાત ખાતે આવતા હતા.
ત્યારે આ સગીર દિકરી ભૂલી પડી ગઈ હતી.ગોધરા રેલ્વે પોલીસે આ દિકરીને પોતાની સાથે પોલીસ સ્ટેશનમાં લઈ જઈને ગોધરા સીવીલ હોસ્પિટલ ખાતે આવેલા આશાદીપ ફાઉન્ડેશન સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર(Sakhi One Stop Center) ખાતે સોંપવામાં આવી હતી.ત્યાર બાદ સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક રીંકુબેન પંચાલ અને કેસ વર્કર મીનાબેન પટેલ દ્વારા આ દીકરીનું સતત કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હોવા છતાં પણ ચોક્કસ માહિતી મળી ન હતી.પરંતુ આ દિકરી જોડે આધાર કાર્ડની કોપીમાં જણાવેલ એડ્રેસ ૧૧૩,નાલ્હાર, મેવાત, નૂર હરિયાણા મળી આવતા ગોધરા ઓ.એસ.સી.ના સંચાલક રીંકુબેન પંચાલ દ્વારા નૂર હરિયાણાના ઓ.એસ.સી.ખાતે સંપર્ક કરી દીકરીનો ફોટો અને માહિતી આપીને તપાસ કરવા જણાવ્યું હતું. તા.૪’ જૂનના રોજ નૂર હરિયાણાના ઓ.એસ.સી.ના કર્મચારી દ્વારા મેવાત ખાતે તપાસ કરતા માતાપિતાને રૂબરૂ ઓ.એસ.સી. નૂર ખાતે બોલાવીને વિડીયો કોલ દ્વારા ગોધરા ઓ.એસ.સી.ના કેસ વર્કર મીનાબેન પટેલ સાથે સંપર્ક કરાવીને આ દીકરી તેમની જ હોવાનું જણાવ્યું હતું. પરંતુ નૂર હરિયાણા ઓ.એસ.સી.ના સંચાલક દ્વારા ગોધરા ઓ.એસ.સી.ના ટીમને જાણ કરતાં જણાવ્યું હતું કે આ દીકરીના માતાપિતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ગોધરા આવી શકે એમ નથી. તેમજ આ દીકરીની મોટી બહેન સુમૈયા અને જીજાજી ગોધરા ઓ.એસ.સી.ખાતે તા.૬ જૂનના રોજ રૂબરૂ આવ્યા હતા. ત્યાં ગોધરા ઓ.એસ.સી.ના સંચાલક દ્વારા આ દીકરીની મોટી બેન સુમૈયા અને જીજાજીને જરૂરી પૂછતાછ કરીને તેમના દસ્તાવેજી પુરાવાઓ લઈને આ સગીર દીકરીને પરત સોંપણી કરવામાં આવી હતી.વધુમાં આ દીકરીને નૂર હરિયાણા ઓ.એસ.સી.ખાતે હાજર કરીને માતાપિતાને પરત સોંપવા માટે પણ જાણ કરવામાં આવી છે.
પર્યાવરણનો(environment) સૌથી મોટો દુશમન છે વિકાસ
અરવલ્લી/ ધનસુરા તાલુકા વિસ્તારમાં અજગરનો દેખાડો(python)
ZALOD / પ્રેમિકા સાથે ઘરસંસાર શરુ કરવા પત્નીને અકસ્માતના બહાને ઉતારી મોતને ઘાટ
અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ, પતરાંના શેડ ઉડ્યા
Godhra ન.પાલિકા પાસે પૈસા નથી ના સત્તાધીશોના ઉધ્ધત જ્વાબોમાં નિવૃત કર્મચારીઓ પણ બેહાલ…..
ACCIDENT/ ઉના કંસારી રોડ પર એસ ટી બસ અને કાર વચ્ચે અકસ્માત, કારનો બુકડો બોલી ગયો.
Kadana મામલતદાર કચેરીના સરકારી ધાબા ઉપર થર્ટી ફર્સ્ટની શેખી મારતી ઉજવણી ભારે પડી…..