#MOHSIN DAL, GODHRA
સમગ્ર ગુજરાત સહિત પંચમહાલ જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે. તા. ૧૨ થી ૧૪ જૂન, ૨૦૨૩ દરમ્યાન જિલ્લામાં શહેરી- ગ્રામ્ય વિસ્તારમાં આ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેના સુચારું આયોજન અર્થે જિલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર એ સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન થાય તે અંગે સબંધિત અધિકારીઓ સાથે સલાહ સૂચનો કર્યા હતા. બેઠકમાં શિક્ષણના તમામ અધિકારીઓ, પ્રોગ્રામ ઓફિસર (આઈ.સી.ડી.એસ.), સામાજીક વનીકરણ વિભાગ, આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ શહેરી વિસ્તારના ઓફિસરો જોડાયા હતા. આ અમલીકરણ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ૧૩૮૪ શાળાઓમાં કુલ-૧૫૨ રૂટ નિયત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએથી વિધાનસભાના ઉપાધ્યક્ષ, સાંસદ, તમામ ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન, જિલ્લા પંચાયતના તમામ સદસ્યો, જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ અને અધિકારીઓ મળી કુલ-૧૭૨ જેટલા અધિકારીઓ/પદાધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાશે અને ત્રણ દિવસ સહભાગી થઈ આ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. વિશેષમાં રાજય કક્ષાએથી પણ કુલ-૧૦ જેટલા ઉચ્ચ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં જોડાશે.
નવી શિક્ષણ નીતિ મુજબ આંગણવાડી કેન્દ્રો ખાતે ૩ થી ૫ વર્ષના બાળકો રહેશે, ૫ થી ૬ વર્ષના બાળકો બાળવાટીકામાં પ્રવેશ મેળવશે જ્યારે ૬ વર્ષ પૂર્ણ થયા હોય તેવા બાળકોને પ્રથમ ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે.આ સાથે આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવશે.આ બેઠકમાં સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પર્યાવરણનો(environment) સૌથી મોટો દુશમન છે વિકાસ
અરવલ્લી/ ધનસુરા તાલુકા વિસ્તારમાં અજગરનો દેખાડો(python)
ZALOD / પ્રેમિકા સાથે ઘરસંસાર શરુ કરવા પત્નીને અકસ્માતના બહાને ઉતારી મોતને ઘાટ
અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ, પતરાંના શેડ ઉડ્યા
Godhra ન.પાલિકા પાસે પૈસા નથી ના સત્તાધીશોના ઉધ્ધત જ્વાબોમાં નિવૃત કર્મચારીઓ પણ બેહાલ…..
ACCIDENT/ ઉના કંસારી રોડ પર એસ ટી બસ અને કાર વચ્ચે અકસ્માત, કારનો બુકડો બોલી ગયો.
Kadana મામલતદાર કચેરીના સરકારી ધાબા ઉપર થર્ટી ફર્સ્ટની શેખી મારતી ઉજવણી ભારે પડી…..