- – જેમાં ધ્રાંગધ્રા ડીવાયએસપીની આગેવાનીમાં પાટડીની રથયાત્રા સમિતી, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ તથા મુસ્લિમ સમાજના આગેવાનો અને વેપારી મંડળ સાથે મેરોથોન મીટીંગ યોજાઇ
@SACHIN PITHVA, URENDRANAGAR
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં રથયાત્રા( Rath Yatra) નિમિત્તે હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે પોલીસ વિભાગની શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિતની આગેવાનીમાં પાટડીની રથયાત્રા સમિતી, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ તથા મુસ્લિમ સમાજના આગેવાનો અને વેપારી મંડળ સાથે મેરોથોન મીટીંગ યોજાઇ હતી.
પાટડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી તારીખ 20/6/2023ના રોજ ભવ્ય રથયાત્રાનો તહેવાર છે. જે નિમિત્તે પાટડી પોલીસ સ્ટેશન ખાતે ધ્રાંગધ્રાના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહિતની અધ્યક્ષતામાં પાટડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર ઝેડ.એલ.ઓડેદરા, પાટડી નગરપાલિકાના પ્રમુખ મૌલેશભાઇ પરીખ તથા પાટડીની રથયાત્રા સમિતી, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ તથા મુસ્લિમ સમાજના આગેવાનો, મહિલા સામાજિક કાર્યકરો અને વેપારી મંડળ સાથે શાંતિ સમિતિની મેરોથોન મીટીંગ યોજાઇ હતી.
આ શાંતિ સમિતીની બેઠકમાં ઉપસ્થિત વિવિધ સમાજના આગેવાનો સાથે જરૂરી સલાહ સૂચન કરવામાં આવ્યા હતા. તેમજ આ રથયાત્રા( Rath Yatra) કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવાની સમજ કરવામાં આવી હતી. અને જો કોઇ અનિચ્છનીય બનાવ બને તો તાકીદે પોલીસ વિભાગને જાણ કરવામાં આવે એવી સૂચના આપવામાં આવી હતી. અને આગામી રથયાત્રાનો તહેવાર શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થાય તેમજ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આગામી તા. તારીખ 20/6/2023ના રોજ રથયાત્રાના તહેવાર નિમિત્તે નિકળનારી ભવ્ય રથયાત્રા નિમિત્તે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવાની તડામાર તૈયારીઓ હાલ પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.
પર્યાવરણનો(environment) સૌથી મોટો દુશમન છે વિકાસ
અરવલ્લી/ ધનસુરા તાલુકા વિસ્તારમાં અજગરનો દેખાડો(python)
ZALOD / પ્રેમિકા સાથે ઘરસંસાર શરુ કરવા પત્નીને અકસ્માતના બહાને ઉતારી મોતને ઘાટ
Godhra ન.પાલિકા પાસે પૈસા નથી ના સત્તાધીશોના ઉધ્ધત જ્વાબોમાં નિવૃત કર્મચારીઓ પણ બેહાલ…..
ACCIDENT/ ઉના કંસારી રોડ પર એસ ટી બસ અને કાર વચ્ચે અકસ્માત, કારનો બુકડો બોલી ગયો.
Kadana મામલતદાર કચેરીના સરકારી ધાબા ઉપર થર્ટી ફર્સ્ટની શેખી મારતી ઉજવણી ભારે પડી…..
અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ, પતરાંના શેડ ઉડ્યા