@(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી અને માળિયા(મિયાણા) તાલુકાના લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે મોરબી અને માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી છે ત્યારે આ બન્ને તાલુકાનાં નવા ચાર રોડ માટેના કામને મંજુરી આપવામાં આવી છે. આ બાબતે
મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ માહિતી આપતા જણાવ્યુ છે કે મોરબી તાલુકાના ધરમપુર સાદુળકા વચ્ચેનો ચાર કિલોમીટરનો રોડ ૧.૮૦ કરોડ, એન.એચ. ટૂ અમરનગર એપ્રોચ રોડ ૦.૮૦ કિ.મી. ૯૦ લાખ, એસ.એચ.થી નાના દહીંસરા અને વીરપરડાનો બે કિલોમીટરનો રોડ ૬૦ લાખ અને એન.એચ. ટૂ રવાપર (નદી) એપ્રોચ રોડ પાંચ કિલોમીટરનો રોડ ૧.૭૦ લાખ મંજૂર કરવામાં આવ્યા છે. આ ચાર રોડના કામ માટે જોબ નંબર ફાળવવામાં આવ્યા હોવાથી આ ચાર રોડ માટે કુલ મળીને પાંચ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે અને રાજ્યના માર્ગ અને મકાન વિભાગના ઉપસચિવ દ્વારા જોબ નંબર આપવામાં આવ્યા છે. ટુંક સમયમાં આ કામો શરૂ થશે તૈયાર થઈ ગયાં બાદ જે તે ગામના લોકો ને તે રોડ ની સુવિધા ઉપલબ્ધ થશે.આ બાબતે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ સરકારનો આભાર માન્યો છે.