(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા બીએસસી સેમ ૪ ના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજે ફરી ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરીને જીલ્લાના ટોપ ૩ માં તમામ સ્થાન પર નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ સફળતા પ્રાપ્ત કરી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 4 ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ ટોચનું સ્થાન જાળવી રાખતા મોરબી જિલ્લાના ટોપ ૩ માં તમામ સ્થાન મેળવ્યા છે.મોરબી જિલ્લા પ્રથમ વસિયાણી અંજલી ૯૧.૬૪%, દ્વિતીય વરાણીયા આરતી અને ગામી અપેક્ષા ૯૦.૭૩% અને તૃતીય મુછડીયા નિકિતા ૮૯.૦૯% મેળવી ઉત્તરોત્તર શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવવાની પરંપરાને જાળવી રાખી છે. આ ઉજ્જ્વળ પરંપરાના ભાગીદાર બનો અને આપનું ભવિષ્ય સુરક્ષિત કરો. હાલ B.Sc Sem 1, 3, 5 માં જુજ સીટો પર એડમિશન બાકી હોવાથી તાત્કાલીક કોલેજનો સંપર્ક કરવો. સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.
મોરબીમાં નવયુગ પ્રિસ્કૂલની ક્રીશી છત્રોલાની મોટી સિદ્ધિ!
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા બળવાખોરો માટે શરૂ કરેલા પ્રવેશોત્સવના અભિયાન….