ODISHA TRAIN ACCIDENT : અકસ્માત એ મોટા ભાગે માનવીય ભૂલ કે ટેક્નિકલ ખામીનું પરિણામ રહ્યું છે. ઓડિસાના બાલાસોર ટ્રેન દુર્ઘટના દેશમાં દાયકાઓ બાદ સર્જાયેલી સૌથી ભયાનક અકસ્માતોમાંની એક છે. આ દુર્ઘટના બાદ આખો દેશ શોકમાં હતો ત્યારે સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ દ્વારા આ દુર્ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ઘટના સ્થળની નજીકની એક તસવીર વાયરલ થઈ છે, જેમાં ઘટના સ્થળની નજીકની એક ઈમારત મસ્જિદ હોવાની વાત કરવામાં આવી હતી. જ્યારે હકીકતમાં તે ઇમારત ઇસ્કોન મંદિરની હતી. અકસ્માત ગમે ત્યાં સર્જાઈ શકે છે. તેને મંદિર કે મસ્જિદ સાથે કોઈ લેવા દેવા નથી.
આવી જ રીતે સ્ટેશન માસ્તરને મુસ્લિમ કહીને ઘટના બાદ ભાગી જવાની વાત ફેલાઈ હતી. અકસ્માતનો દિવસ શુક્રવાર હતો, તે અંગે પણ સંદેશા ફેલાવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર તેને સાંપ્રદાયિક રંગ આપીને આતંકવાદી ષડયંત્ર તરીકે કોઈપણ જાતની તપાસ કર્યા વગર પ્રચાર કરવામાં આવ્યો હતો.
કેટલાક લોકો આપદામાં પણ અવસર શોધવાના પ્રયત્નો કરે છે. અને ભળતી પોસ્ટ કરી લોકોને ગેરમાર્ગે દોરવાનું કાર્ય કરે છે.
જો ચૂંટણીની વાત કરવામાં આવે તો દેશમાં 1952થી ચૂંટણી થઇ રહી છે. ચૂંટણી પછી તમામ સરકારો પોતપોતાના હિસાબે કામ કરવા લાગે છે. સરકાર અને જનતા વચ્ચે સંવાદ ચાલતો હતો.
કદાચ પહેલીવાર 1974માં જ્યારે ગુજરાતમાં જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં નવનિર્માણ આંદોલન શરૂ થયું ત્યારે પહેલીવાર સરકારે પ્રજાને થોડી શંકાની નજરે જોવાનું શરૂ કર્યું. તે ઘટનાને ચૂંટણી સાથે સીધો સંબંધ નહોતો. ક્યાંક લોકોમાં એવો ખ્યાલ હતો કે સરકાર યોગ્ય રીતે કામ કરી રહી નથી અને અવાજ ઉઠાવવો જોઈએ. અલગ અલગ જગ્યાએથી અવાજ પણ આવી રહ્યો હતો.
પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આવું થઈ રહ્યું છે પછી તે કેન્દ્રનું હોય કે રાજ્યનું હોય કે સ્થાનિક સંસ્થાઓનું હોય. દરેક વખતે એવું બતાવવામાં આવે છે કે અમે ચૂંટણી લડી રહ્યા છીએ. અમે ફક્ત ચૂંટણી જીતવા માટે જ છીએ. અને ચૂંટણી જ દેશ માટે સર્વસ્વ બની ગઈ છે. ચૂંટણી જ સર્વસ્વ નથી. ચૂંટણીઓ યોજવામાં આવે છે જેથી સરકારની વ્યવસ્થા ચાલુ રહે અને જનતા તેનો એક ભાગ બને.
જો કે છેલ્લા કેટલાક સમયમાં દરેક ઘટના કે મુદ્દાને રાજકીય પ્રક્રિયા સાથે જોડવાનો એક નવો ટ્રેન્ડ સામે આવ્યો છે. કોઈ પણ મોટી ઘટના ઘટે તેને રાજકીય કે સાંપ્રદાયિક રંગ આપી દેવામાં આવે છે. આ પ્રયાસ ન તો સરકારના હિતમાં છે, ન જનતાના હિતમાં છે કે ન તો દેશના હિતમાં છે.
ભારતમાં પહેલા પણ ટ્રેન અકસ્માતો થયા છે અને સંસદ સમિતિઓ, CAG અને રેલવેના આંતરિક અહેવાલોમાં દરેક જગ્યાએ એવું દર્શાવવામાં આવ્યું છે કે અકસ્માતો માટે ટ્રેક મેન્ટેનન્સ, સિગ્નલ મેન્ટેનન્સ અને અન્ય ટેકનિકલ પાસાઓ જવાબદાર છે.
કોઈપણ ધર્મ કે સંપ્રદાયની છબીને નુકસાન પહોંચાડવાને બદલે અકસ્માતો પાછળનું ચોક્કસ કારણ શોધવાની જરૂર છે. જે રીતે કોમી રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે અકસ્માતનો દિવસ શુક્રવાર હતો.
જે પણ આ કરી રહ્યા છે, તેમણે વસ્તુને સારી રીતે સમજી વિચારીને પોસ્ટ કરવી જોઈએ. વિના વિચારે કોઈ પણ પ્રકારની પોસ્ટ કરવી બિલકુલ યોગ્ય નથી. તેમની આવી ક્રિયાઓ દેશમાં સાંપ્રદાયિક વાતાવરણ બગાડી શકે છે. અને જો સાંપ્રદાયિક વાતાવરણ બગડે તો, લોકો આવી દુર્ઘટનામાં શિકાર બન્યા છે તેમની મુશ્કેલીઓ વધી શકે છે.
બાલાસોર ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવા સંબંધિત જે પણ પોસ્ટ છે,તેમાં એક જ કન્ટેન્ટ ને ઘણી બધી ભાષાઓમાં એક જ સમયે એક સાથે ઓડિયા, બંગાળી, હિન્દી અને અંગ્રેજી સહિત ઘણી ભાષાઓમાં વાયરલ કરવામાં આવી છે. તેનો અર્થ એ છે કે આ બધી વસ્તુઓ એક કેન્દ્રિય બિંદુથી જારી કરવામાં આવી રહી છે. જો સીબીઆઈએ ષડયંત્ર સાથે જોડાયેલા મુદ્દા પર કામ કરવું હોય, તો તેણે પહેલા આ મુદ્દાની તાપસ કરવી જોઈએ. આ બધી પોસ્ટ ક્યાંથી ફેલાવવામાં આવી છે ?
2016માં કાનપુર દુર્ઘટના સમયે પણ આવી વાતોસામે આવી હતી. આ દુર્ઘટનામાં પટના-ઈન્દોર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. અને આશરે 150 લોકોના મોત થયા હતા. ત્યારે પણ કોઇ ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે NIAના સ્ટેન્ડથી સ્પષ્ટ છે કે તે ષડયંત્ર અંગે કોઈ પુરાવા એકત્ર કરી શકી નથી. મતલબ કે ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાનું કારણ ટ્રેક અથવા અન્ય ટેક્નિકલ ખામી હોઈ શકે છે. દરેક જગ્યાએ ષડયંત્રનું વાતાવરણ ઊભું કરવું અને ચોક્કસ સમુદાયના લોકોને નિશાન બનાવવું યોગ્ય નથી.
ARVALLI: ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલી બાળકીનું સારવાર બાદ મોત, ફરાર માતા થઇ પોલીસ મથકે હાજર
ZALOD / પ્રેમિકા સાથે ઘરસંસાર શરુ કરવા પત્નીને અકસ્માતના બહાને ઉતારી મોતને ઘાટ