- નિરમા કંપની માં નોકરી એ જતી લકજરી બસ ને નડ્યો અકસ્માત ધિણોજ નજીક ની ઘટના
@Partho pandya patan
ચાણસ્મા મહેસાણા હાઇવે રોડ ઉપર આજે વહેલી સવારે માર્ગ અકસ્માતની એક ઘટના બની હતી જેમાં નિરમાં કંપનીની લક્ઝરી બસ અને મીની ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક વ્યક્તિનું કરુન મોત થયું હતું જ્યારે બે મહિલાઓને નાની મોટી ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે મહેસાણા લઈ જવામાં આવ્યા હતા. ચાણસ્મા ના રૂપપુર ગામેથી નિર્માં કંપનીમાં નોકરી જવા માટે લક્ઝરી બસ જે રોજ કર્મચારીઓને લઈને અપ ડાઉન કરતી હોય છે એ લક્ઝરી બસને વહેલી સવારે અકસ્માત નડ્યો હતો આ અંગે પ્રાપ્ત વિગતો ma ચાણસ્મા મહેસાણા હાઇવે રોડ ઉપર ધિણોજ ગામ નજીક વહેલી સવારે એક માર્ગ અકસ્માતની ઘટનામાં એક પુરુષ વ્યક્તિનું મોત થયું છે ત્યારે બે મહિલાઓને નાની મોટી ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે તેમને ખસેડવામાં આવ્યા છે બનાવ ની વિગત એવી છે કે નિર્માં કંપની માટે જે લક્ઝરી બસ કર્મચારીઓને લઈને નીકળતી હોય છે તે વહેલી સવારે રૂપપુર અને ચાણસ્મા આજુબાજુના ગામમાંથી કર્મચારીઓને લઈને નોકરી ઉપર લક્ઝરી બસમાં જઈ રહ્યા હતા ત્યારે ધીણોજ પાસે એક ટ્રેક્ટર અને આ લક્ઝરી બસને અકસ્માત સર્જ્યા હતા દુર્ઘટના બની હતી અને રોડ વચ્ચે ટ્રાફિકજામના દ્રશ્ય સર્જાયા હતા આ ઘટનાની જાણ થતા આજુબાજુથી લોકો વહેલી સવારે દોડી આવ્યા હતા અને ઈજા ગ્રસ્તોને સારવાર માટે ની વ્યવસ્થા કરવા માં આવી હતી જ્યારે મૃતક વ્યક્તિની તપાસ હાથ ધરી છે ઘટનાની જાણ પોલીસ પણ ઘટના સ્થળે રવાના થઈ છે