@Partho Pandya, patan
2,13,14,જૂન 3 દિવસ રાજ્ય માં શાળા પ્રવેશ ઉત્સવ ની તડા માર તૈયારીઓ હાથ ધરાશે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જંખતી શાળાઓ ને બતાવવા માં નહિ આવે અને સારી સુંદર શાળા બતાવીને સરકાર વિકાસની એકની એક કેસેટ વગાડશે કે ગુજરાતમાં શિક્ષણ નંબર 1 છે ત્યારે ચાણસ્માના ભાટસર ગામની સ્કૂલનો વીડિયોએ સમગ્ર શિક્ષણ જગતેની પોળ ખોલી નાખી છે.
ચાણસ્માના ભટસર ગામના લોકોમાં ડેમેજ શાળાને લઈ લોકોમાં રોષ વ્યાપ્યો છે. આ પ્રાથમિક શાળા ૨૦૦૨ થઇ હતી. પરંતુ આજે 21 વર્ષ બાદ પણ કો જાતનું સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી. જેને લઇ ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
૧૨ જૂનના રોજ ગામની શાળામાં યોજનાર શાળા પ્રવેશઉત્સવનો ગામ લોકો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. શાળાના ઓરડા ડેમેજ હોવાના કારણે બાળકો ભયના ઓથા નીચે અભ્યાસ કરી રહયાં છે. શાળાની દીવાલો અને છત ડેમેજ હોવાનાં કારણે 250 બાળકોની સુરક્ષા સામે પ્રશ્નો ઉભા થયા છે.
રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પંસેરિયા પાટણની મુલાકાતે આવ્યા હતા. અને અગામી સમયમાં ઓરડાની ઘટ પૂરી કરવામાં આવશે તેમ જણાવ્યું છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર એ સ્કૂલ ની મુલાકાત લે તે જરૂરી છે.
ZALOD / પ્રેમિકા સાથે ઘરસંસાર શરુ કરવા પત્નીને અકસ્માતના બહાને ઉતારી મોતને ઘાટ
ARVALLI: ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલી બાળકીનું સારવાર બાદ મોત, ફરાર માતા થઇ પોલીસ મથકે હાજર