@ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી
દેશભરના લોકોમાં હિન્દુ ધર્મ પ્રત્યે ધાર્મિકતા વધે અને હિન્દુ ધર્મમાં જાગૃતિ લાવવાના હેતુસર સુરતથી કેદારનાથ સાયકલયાત્રા પર નીકળેલા બે યુવાનો અરવલ્લીના મોડાસા ખાતે 350 કી.મી નું અંતર કાપી આવી પહોંચ્યા હતા.બને યુવાનોનું વિશ્વ હિન્દુ પરિષદ અને ભારત વિકાસ પરિષદ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ..સુરતથી કેદારનાથની 1300 કી.મી ની સાયકલ યાત્રામાં નીકળેલા ચિરાગ કથીરીયા અને જયદીપ કથીરીયા એ જણાવ્યું કે. સુરતથી નિકળેલ આ સાયકલ યાત્રાથી હિન્દુ ધર્મમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.350 કી.મી અંતર કાપીને મોડાસા આવી પહોંચતા ખુશી બંને યુવકોએ ખુશી વ્યકત કરી હતી.સુરતથી કેદારનાથ સુધીમાં આવતા શહેરોમાં તેમજ ગામોમાં હિન્દુ ધર્મમાં જાગૃતતા લાવવાનો સંદેશ આપવાનો પ્રયાસ બંને એક જ પરિવારના યુવકો કરી રહ્યા છે. ત્યારે લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જણાવ્યું હતું. હિન્દુ ધર્મ પ્રત્યે ધાર્મિકતા વધે અને જાગૃતતા વધે તે માટે સુરતના બે યુવકોની અનોખી પહેલથી મોડાસામાં જય જય શ્રીરામના નારાઓ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું..
ARVALLI: ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલી બાળકીનું સારવાર બાદ મોત, ફરાર માતા થઇ પોલીસ મથકે હાજર
ZALOD / પ્રેમિકા સાથે ઘરસંસાર શરુ કરવા પત્નીને અકસ્માતના બહાને ઉતારી મોતને ઘાટ