મોરબી (morbi) શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં બાંધકામ નાં અને કોમન જીડીસીઆર નાં તમામ નિયમોનું ઉલંઘન કરીને દશ થી બાર માળની ઇમારતોનું બાંધકામની મંજૂરી વગર આડેધડ બાંધકામ કરવામાં આવી રહ્યું છે તેને સ્થાનીક વહીવટી તંત્ર ની કોઈ રોકટોક નથી એટલે સ્થાનિક વહીવટી તંત્ર માત્ર મુક તમાશો જ જોઈ રહ્યું છે. આવા ફરજ બેદરકાર રહીને સરકાર નેં ઠપકો મળે છે ત્યારે આવી ફરજ બેદરકારી બદલ સરકારે શિસ્ત ભંગ નાં પગલાં લેવા જોઈએ તો સરકારશ્રીના ઝીરો ટોલરન્સ થી ભ્રષ્ટ્રાચાર નિર્મૂલન ની વાત સાર્થક ગણાશે. પણ હાલ નામદાર હાઇકોર્ટમાં થયેલી એક અરજી બાબતે નામદાર હાઇકોર્ટે આકરા વલણ દાખલતા ગુજરાત સરકારે મોરબી નાં પરા સમાન રવાપર ગામમાં આવી બાર માળની ઈમારતો ની બાંધકામની મંજૂરી રદ કરી દીધી હોવાનું નામદાર હાઇકોર્ટમાં કબૂલ્યું છે. ત્યારે હવે શું થશે? એના સવાલો ઊભા થયા છે. પરંતુ કાયદો કાયદાનું કામ કરે તો આવા દશ થીં બાર માળની બહુમાળી ઇમારતોના ડિમોશન થાય.. થાય. અને થાય.. એમાં કોઈ શંકાને સ્થાન નથી.
મોરબીના (morbi) પરા સમાન રવાપર ગામે સરકારી નિયમ મુજબ ગ્રામ પંચાયત અને સરપંચને સતા ન હોવા છતાં દશ બાર માળની ઇમારતોના બાંધકામની મંજૂરી આપે છે. મોરબી શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર ભૂકંપ ઝોન-૪ માં આવે છે. અહીં ચાર માળથી વધુની ઊંચાઈ ની ઇમારતો બાંધી શકાતી નથી અને મંજૂરી મળે પણ નહીં તેમ છતાં મોરબીમાં બાંધકામની મંજૂરી વગરના આઠ દશ માળની ઇમારતો ખડકી દેવામાં આવી છે. જ્યાં સ્વચ્છ હવાનુ શુન્યાવકાશ છે પ્રદુષણ ની માત્રા વધી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ રવાપર ગામે ગ્રામ પંચાયત અને સરપંચ દ્વારા પચાસ જેટલી દશ થી બાર માળની ઇમારતોને મંજૂરી આપવામાં આવી હોય તે બાબતે નામદાર હાઇકોર્ટમાં પીઆઇએલ અરજી કરવામાં આવી હતી અને ગ્રામ્ય વિસ્તારમાં જ બાર માળની ઇમારતોની મંજૂરી ની વાત જાણીને નામદાર હાઇકોર્ટે આકરા તેવર દાખવ્યા હતા જેથી સરકારને રવાપર ગામની બાર માળની અપાયેલી બાંધકામની મંજૂરીને રદ કરવાની ફરજ પડી છે અને તે અંગે નામદાર હાઇકોર્ટને જણાવ્યું હતું. તેમ છતાં નામદાર ગુજરાત હાઈકોર્ટે સરકારને ૨૭ જૂન સુધી માં સોગંદનામુ રજૂ કરવા જણાવ્યું છે.
મોરબી (morbi) શહેરમાં સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની ઘોર ફરજ બેદરકારીથી મોરબી શહેરની ડિઝાઇન બગડી ગઈ છે. બિનખેતી થતા પ્રકરણોમાં મૂકવામાં આવતી સાર્વર્જનિક જગ્યાઓ માં પાર્કિંગનું ઠેકાણું બનાવી દેવામાં આવ્યું છે. અને આવી તો હવે સોશિયલ મીડિયામાં જાહેરાત પણ કરવામાં આવે છે. ત્યારે આ સ્થાનિક વહીવટી તંત્રએ આવા સાર્વજનિક જગ્યાઓની પણ તપાસ કરવી જોઈએ અને અહીંયા જો સાર્વજનિક નહીં પણ કોઈ ખાનગી વ્યક્તિ તેનો ઉપયોગ કરતી હોય તો તેની સામે લેન્ડ ગ્રેબિંગ જેવી ફરિયાદ કરવી જોઈએ. મોરબી શહેરમાં અમુક જગ્યાએ તો બિનખેતી અને પ્લાનમાં ખોટા સોગંદનામાં રજૂ કર્યા છે જે હાલના તેમજ આના પહેલાના કલેક્ટર બધું જાણે છે. પરંતુ કોણ જાણે કયું રાઝ કામ કરી રહ્યું છે? કે તમામ અધિકારીઓ મોરબી શહેરના ભ્રષ્ટાચારની તપાસ કરવા આવતા જ નથી જ્યારે મોરબી નગરપાલિક ઉપર સરકારી શહેરી વિકાસ મંત્રાલય નાં જણાવ્યા મુજબ પ્રાદેશિક કમિશનર કચેરી નો કંટ્રોલ છે. પણ પ્રાદેશિક કમિશનર નગરપાલિકા રાજકોટ નેં દશ થી બાર લેખિત અરજીઓ આપવામાં આવી છે. આ ઉપરાંત સરકારમાંથી અને એસીબી તંત્ર માંથી તપાસ કરવાના પત્રો પણ લખવામાં આવ્યા છે પણ આ પ્રાદેશિક કમિશનર કચેરીએ એક પણ પત્રની તપાસ નહીં કરીને માત્ર શોભાના ગાંઠિયા હોય તેવો જ આભાસ ઊભો કર્યો છે. જો સરકાર ભ્રષ્ટાચાર નિર્મૂલન કરવા માગતી હોય તો આવા તમામ અધિકારીઓ સામે શિષ્ત ભંગના પગલાં લેવા જોઈએ અને ક્યાંય ગેરરીતિ બાબતે ભ્રષ્ટાચાર કરીને અંગત કમાણી કરી હોય તો એસીબી ને તેની તપાસ સોપીને તેમની અપ્રમાણ મિલકત અપ્રમાણસર કે બેનામી મિલકતની તપાસ કરાવવી જોઈએ. મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા બનવાની લાયકાત ધરાવે છે. પરંતુ નગરપાલિકાનો વહીવટ જ એટલો ભ્રષ્ટાચારી થઈ ગયો કે લોકોને વિશ્વાસ ઉડી ગયો અને હવે મહાનગરપાલિકામાં નથી પડવું એવા ગ્રામ્ય વિસ્તારના અભિપ્રાયો હોવા શરૂ થયા છે. ત્યારે મોરબી નગરપાલિકાના દરેક વહીવટ અને 45 ડી હેઠળના થયેલા કામો ની જો તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનો કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. તપાસોથી બચવા હાલના જે અધિકારીઓ છે તેમને તેમના જોબ ચાર્ટ માં ફરજમાં આવતી હોય તે મુજબ ફરજ પ્રમાણિતપણે બજાવીને બિન અધિકૃત ચાલતા બાંધકામો તાત્કાલિક બંધ કરાવવા જોઈએ સોગંદનામાં મૂકવામાં આવતો દશ મીટર નો રોડ અને બે કે બેથી વધુ પ્લોટોનું એકીકરણ કરીને જે બાંધકામ થઈ રહ્યા છે તે બિનખેતી પરવાનગી ની શરતોનું ભંગ થાય છે. પણ બિનખેતી મંજૂરી સાથે જ કેટલાક રાઝ જોડાયેલા છે એટલે આવી કોઈ તપાસ થતી નથી. અને જે કોઈ આરટીઆઈ માં માહિતી માંગે છે તેમને પણ માહિતી ન આપવી પડે તેવા જવાબો કરે છે. પરંતુ આ બાબતે ટૂંક સમયમાં સરકારમાં રજૂઆત થવાની છે. ત્યારે હવે રવાપર ગામે જે પચાસ જેટલી ઇમારતો નું બાંધકામની મંજૂરી રદ કરી દેવામાં આવી છે અને આવી ઇમારતો માં ફ્લેટ ખરીદનારા બેંક લોન કરાવતા હોય છે ત્યારે જો ઇમારતો નું ડીમોલ્શન થાય તો બેંક લોન નું શું થાય? તેવી હાલ ચર્ચા સાંભળવા મળી રહી છે. લોકો સાથે આવી છેતરપિંડી થઈ રહી છે ત્યારે આવી ઇમારતો નેં સતા નહીં હોવા છતાં બાંધકામની મંજૂરી આપનારા અને એન. એ. આપનારા વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવવી જોઇએ તોજ કાયદા નો ડર લાગશે અને ખોટું કામ કરીને સરકાર ની ઈમેજ બગાડતા બંધ થશે. હાલમાં તો આ રવાપર ગામમાં ઇમારતો ની બાંધકામની મંજૂરી રદ કરવામાં આવી છે તે અંગે જ ચર્ચા ચાલી રહી છે અને હવે શું થશે? તેવા સવાલો ઉભા થયા છે.
@શ્રીકાંત પટેલ,મોરબી