PAKISTAN : પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓના બળજબરીથી ધર્મ પરિવર્તનના(Conversion) સમાચાર દરરોજ સાંભળવા મળે છે. તાજેતરમાં, સિંધ પ્રાંતમાંથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં એક 14 વર્ષની હિન્દુ છોકરીનું કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું અને બળજબરીથી ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હતું. આ પછી સગીર યુવતીના લગ્ન મુસ્લિમ યુવક સાથે કરવામાં આવ્યા હતા.
એનડીટીવીના અહેવાલ મુજબ, શુક્રવારે (9 જૂન) લરકાનાની જિલ્લા અદાલતમાં આ કેસની સુનાવણી થઈ, જ્યાં સુનાવણી દરમિયાન, ન્યાયાધીશે હિંદુ છોકરીને તેના માતા-પિતા સાથે મોકલવાનો ઈન્કાર કરી દીધો. અહેવાલો અનુસાર, સગીર છોકરી તેના માતા-પિતા સાથે જવા માંગતી હતી, પરંતુ કોર્ટે તેને મંજૂરી આપી ન હતી.
ન્યાયાધીશે છોકરીને ઘરે મોકલવાની ના પાડી
રિપોર્ટ અનુસાર, સુનાવણી દરમિયાન ન્યાયાધીશે સ્વીકાર્યું કે સગીર છોકરી પોતાનું નિવેદન આપતી વખતે દબાણમાં હતી, તે તેના માતાપિતાના દબાણમાં હતી. આવી સ્થિતિમાં યુવતીને તેમની સાથે મોકલી શકાતી નથી. કોર્ટે બાળકીને શેલ્ટર હોમમાં મોકલી આપી છે.
રિપોર્ટ અનુસાર, આ ઘટના 2 જૂને બની હતી, જ્યારે 14 વર્ષની સોહાના શર્મા કુમારીનું તેની માતાની સામે તેના ઘરેથી બંદૂકની અણી પર અપહરણ કરવામાં આવ્યું હતું. પીડિતાની શિક્ષિકા અને તેના કેટલાક સહયોગીઓ અપહરણમાં કથિત રીતે સામેલ હતા.
આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર હોબાળો
આ બનાવ અંગે પીડિતાના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. યુવતીનું અપહરણ થયા બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં પીડિતા કહેતી જોવા મળી હતી કે તેણે ઈસ્લામ કબૂલ કરી લીધો છે. આટલું જ નહીં વાયરલ વીડિયોમાં પીડિતાએ કહ્યું હતું કે તેણે મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા છે.
હોબાળો બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી
આ વીડિયો પછી પીડિતાના માતા-પિતાનો દાવો છે કે સોહાના સગીર છે. તેને આ બધું કરવાની ફરજ પડી છે. સોશિયલ મીડિયા પર આ મામલો ગરમાયો હતો, જે પછી પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે બાળકીને અપહરણ થયાના પાંચ દિવસ બાદ જિલ્લાના એક ઘરમાંથી શોધી કાઢી હતી.
પીડિતાને શુક્રવારે લરકાનાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાં તેણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું, સાથે જ તેનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું. આ કેસની આગામી સુનાવણી 12 જૂને થશે.
સ્ત્રીઓની આટલી ક્રૂરતાપૂર્વક હત્યા- આ અમાનવીયપણું ક્યાંથી આવે છે!
બાળકો ક્યાં સુધી બોરવેલમાં(Borewell) પડીને મરતા રહેશે? જવાબદારી કોની ?
મોરબી/ રવાપર ગામમાં ૧૨ માળની ઇમારતોની બાંધકામની મંજૂરી અંતે રદ, ડીમોલ્શન થશે?
ARVALLI: ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલી બાળકીનું સારવાર બાદ મોત, ફરાર માતા થઇ પોલીસ મથકે હાજર
ZALOD / પ્રેમિકા સાથે ઘરસંસાર શરુ કરવા પત્નીને અકસ્માતના બહાને ઉતારી મોતને ઘાટ