@mohsin dal, godhara
ગોધરા શહેરના મધ્યમાં આવેલ દાદા-દાદી પાર્ક લાખ્ખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે, પરંતુ નગર પાલિકાની જાળવણીના અભાવે આ પાર્ક હાલમાં બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે ખંડેર હાલતમાં પડી રહેલા બાગમાં આજુબાજુના દુકાનદારો સહિત રસ્તામાં અવર જવર કરી રહેલા રાહદારીઓ અને વાહન ચાલકો આ બાગ જાણે જાહેર શૌચાલય હોય તેમ બાગમાં જઈને શૌચ ક્રિયાઓ કરી રહ્યા છે, જેના લીધે ચારેબાજુ ગંદકીનો સામ્રાજ્ય અને કચરાઓના ઢગલા જોવા મળી રહ્યા છે, જેથી દાદા-દાદી પાર્ક ને વહેલી તકે સાફ-સફાઈ કરી તેની જાળવણી કરવામાં આવે તે માટે લોક માંગ ઉઠવા પામી છે.
ગોધરા શહેરના બાવાની મઢી સામે નગર પાલિકા સંચાલિત દાદા દાદી પાર્ક આવેલું છે ,જ્યાં રોજબરોજ સિનિયર સિટીઝન બાગમાં બેસવા માટે જાય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ બાગમાં કેટલાક દુકાનદારો અને રસ્તામાં આવન જાવન કરી રહેલા રાહદારીઓ અને વાહનચાલકો આ પાર્કમાં જાહેર શૌચ ક્રિયા કરી રહ્યા છે, જેના કારણે બાગમાં અસહ્ય દુર્ગંધ મારતી ગંદકી ઉત્પન્ન થવા પામી છે, જેના લીધે ઉંમરલાયક સિનિયર સિટીઝનને બાગમાં બેસવા માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે, જેના કારણે આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ આશિષ કામદારે આ દાદા દાદી પાકને વહેલી તકે સાફ-સફાઈ કરવામાં આવે તે માટે તંત્ર પાસે અપેક્ષા રાખી માંગ કરી છે.