- અંદાઝે ૧૨ એકર ઉપરાંત જમીનના ₹ ૪૫ કરોડ ઉપરાંતના પ્રિમીયમને બચાવવાના ખેલો સામે…..
- દાહોદ મહેસુલી તંત્રના સત્તાધીશો જો તપાસો હાથ ધરે તો આ એક નહિ પરંતુ ૨૮૫ ફાઈલોના ચોંકાવનારા રહસ્યો બહાર આવવાની સંભાવનાઓ.!!
@MOHSIN DAL, GODHARA
દાહોદ શહેરમાં જેસાવાડા તરફ જતા નેશનલ હાઈવેને અડીને આવેલ કસ્બાની અંદાઝે ૧૨ એકર ઉપરાંત જેટલી મૂળ આદિવાસી ખેડૂતોની જમીનોને પરભારે અન્ય સોદાગર ચહેરાઓના નામે બિનખેતી સુધીની ફાઈલ ક્લિયર કરાવવાના ખેલાયેલા આ ભૂમાફિયા સિન્ડિકેટ ચહેરાઓ દ્વારા સરકારના અંદાઝે ₹ ૪૫ કરોડ ઉપરાંતના પ્રિમીયમની વટ કે સાથ ચોરી કરી હોવાના ચર્ચાઓના સ્ફોટક બનેલા આ પ્રકરણ સામે જો દાહોદ જિલ્લાના મહેસુલી તંત્રના સત્તાધીશો તપાસોના આદેશો આપે તો આ એક નહિ પરંતુ ૨૮૫ ફાઈલોના ચોંકાવનારા પ્રકરણો એવા બહાર આવે કે સમગ્ર ગુજરાતના મહેસુલી તંત્રમાં ખળભળાટ પ્રસરી જાય એમ છે.!!
દાહોદ કસ્બાની મૂળ આદિવાસી ખેડૂતોના ત્રણ સર્વે નંબરોની અંદાઝે ૧૨ એકર ઉપરાંત જેટલી જમીનને પરભારે સોદાગરોના નામે કરાવી આપીને કરોડો રૂપિયાનું પ્રિમીયમ ભરપાઈ કરવું ના પડે આ માટે ખેલાયેલા સંદિગ્ધ ખેલોમાં સક્ષમ સત્તાધીશોના સંદિગ્ધ હુકમોનો ઓફલાઈન વહીવટ પધ્ધતિ મારફતે આ ખેલો પાર પાડવામાં આવ્યા હોવાની શરૂ થયેલ સ્ફોટક ચર્ચાઓ ઉચ્ચસ્તરીય તપાસો માંગી રહી છે. જો કે આ ચોંકાવનારા પ્રકરણ સામે તપાસો શરૂ થાય તો કરોડો રૂપિયાની આ ૧૨ એકર ઉપરાંત જમીન હાથ માંથી સરકી જાય અને અંદાઝે ₹ ૪૫ કરોડ રૂપિયા ઉપરાંતના પ્રિમીયમની ચોરી પ્રકરણ બહાર આવે તો ભારે થઈ જાય ની ઉભી થયેલ આ દહેશતોના પગલે આ સ્ફોટક પ્રકરણમાં સામેલ વગદાર ચહેરાઓ હવે પોતાના રાજકીય પ્રભાવી સંબંધોને આગળ કરીને આ પ્રકરણ સલામત રહે આ માટે ધમપછાડાઓ શરૂ કર્યા હોવાનું દેખાઈ રહયું છે.