- દાહોદ સ્માર્ટ સીટી બનાવવા માટે શૂરાતન દેખાડનારા સત્તાધીશો સરકારના કરોડો રૂપિયાના પ્રિમીયમ કાંડની ચોરીઓના ચોંકાવનારા ખેલો સામે તપાસો કરતા કેમ ખચકાટ અનુભવે છે.?!!
@મોહસીન દાલ, ગોધરા
દાહોદને સ્માર્ટ સીટી બનાવવા માટે જિલ્લા સત્તાધીશો એ શહેરના ૭૦૦ ઉપરાંત વ્યાપારીઓ અને રહીશોના વધારાના બાંધકામો ઉપર બુલડોઝરો ફેરવવાના શુરાતનો દેખાડ્યા હતા, આજ જિલ્લા સત્તાધીશો દાહોદ ફરતે આવેલ મૂળ આદિવાસી ખેડૂતોની જમીનોના કરાયેલા સંદિગ્ધ સોદાઓમાં સરકારના કરોડો રૂપિયાના પ્રિમીયમની ચોરીઓ કરવા માટે ભૂમાફિયા સિન્ડિકેટના આ ખેલો સામે તપાસો કરવાના બદલે કેમ ખચકાઈ રહયા છે.?ની સ્ફોટક ચર્ચાઓ બિલ્ડર લોબી અને મહેસુલી તંત્રના ટેબલો ઉપરથી આગળ વધીને હવે ગાંધીનગરના મહેસુલી તંત્રની ચેમ્બરો સુધી ફરીયાદ સ્વરૂપમાં પહોંચી ચુકી હોવાનું કહેવાય છે.
આંતર રાજ્ય સરહદોને અડીને આવેલા આદિવાસી જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેર ફરતે આવેલા આદિવાસી ખેડૂતોની જમીનોને મફતના ભાવે પડાવી લેવાના ભૂમાફિયા સિન્ડિકેટના ચહેરાઓ દ્વારા ખેલાયેલા આ ખેલોમાં
સરકારના કરોડો રૂપિયાના પ્રિમીયમની ચોરી કરવા માટે સંલગ્ન કચેરીઓના સંદિગ્ધ હુકમોના આધારે આ કાંડ આચરવામાં આવ્યા છે. એમાં નેશનલ હાઈવે ને અડીને આવેલ જેસાવાડા રોડ ઉપર મૂળ આદિવાસી ખેડૂતોની નવી શરતની ખેતીની અંદાઝે ૧૨ એકર ઉપરાંત જેટલી જમીનને સંદિગ્ધ હુકમમાં બારોબાર કરોડો રૂપિયાનું પ્રિમીયમ ભર્યા વગર જૂની શરતમાં અને ત્યારબાદ આપોઆપ બિનખેતીમાં ફેરવાઈ ગઈ અને શોપિંગ સેન્ટરોની દુકાનો પણ બંધાઈ ગઈ પરંતુ દાહોદ જિલ્લાના મહેસુલી તંત્રના સાહેબો સરકાર હિતમાં નહિ પરંતુ વગદાર ચહેરાઓના પ્રભાવમાં કામ કરતા હોવાના આ ચોંકાવનારા આક્ષેપો સામે જો કોઈ એક અધિકારી આ તપાસમાં ઝંપલાવે તો કરોડો રૂપિયા ઉપરાંતના પ્રિમીયમ ચોરીનો પર્દાફાશ થાય એમ છે.!!