@ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું દરિયાકાંઠાના વિસ્તારોને ઘમરોળી રહ્યું છે. જયારે ગુજરાતના અનેક જિલ્લામાં પણ તેની વત્તી ઓછી અસર જોવા મળી રહી છે. અનેક જિલ્લામાં ભારે પવન અને વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે પવનને કારણે વૃક્ષો અને ઊંચાઈએ લહેલા સાઈન બોર્ડ અને હોર્ડિંગનેભારે નુકશાન થઇ રહ્યું છે. તો અનેક કિસ્સામાં રાહારી માટે પણ અકસ્માતનું કારણ બને છે.
આગમચેતીના પગલાં રૂપે બાયડનું એસ.ટી. તંત્ર જાગૃત બન્યું છે. અને વાવાઝોડાને પગલે કોઈ મોટી જાનહાની સર્જાય એ પહેલા જ જોખમી એવા હોર્ડિંગ ઉતારી લેવાની કામગીરી શરુ કરી છે. બાયડ એસ.ટી. ડેપો દ્વારા હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી શ્રી કરી દેવામાં આવીછે. વાવાજોડાને લઈ અગમચેતીના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મંગળવારની રાત્રે જ ડેપો વિસ્તારના હોર્ડિંગ ઉતારી લેવામાં આવ્યા હતા. વાવાઝોડાને પગલે હોર્ડિંગ્સ પડે નહીં અને કોઈને નુકસાન ન થાય તે માટે ઉતારાયા હોર્ડિંગ્સ