@sachin pithva surendranagar
બી.આર.સી ભવન, સુરેન્દ્રનગર ખાતે G20 અંતર્ગત જિલ્લા કક્ષાની શૈક્ષણિક ચિંતન શિબિરનું આયોજન કરાયું હતું.
આ શિબિર અંતર્ગત શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, સાયકલિંગ રેસ, નિબંધ સ્પર્ધા, સુવાચન અને સુલેખન જેવી વિવિધ સ્પર્ધાઓ માટે ચિંતન કરવામાં આવ્યું હતું. ધોરણ 1 થી 3 માં ઉપયોગી થાય તેવા TLMનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું. G20 વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી દ્વારા શૈક્ષણિક વર્ષ 2023 -24 માટે સ્કુલ ઓફ એક્સલન્સ, ગુણોત્સવ સહીતની બાબતો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ ચિંતન શિબિરમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ મુંજપરા,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી શિલ્પાબેન પટેલ, સમગ્ર શિક્ષા અભિયાન ટીચર્સ ટ્રેનિંગ ઓફિસરશ્રી દિનેશભાઈ સોલંકી, ડાયેટ વ્યાખ્યાતાશ્રી કોમલબેન પંડ્યા, તાલુકા બી.આર.સી., સી.આર.સી હાજર રહ્યા હતા.