@Rutul prajapati, arvalli
Biparjoy cyclone : અરવલ્લી જિલ્લામાં Biparjoy cycloneની અસર મળી છે. જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વર્ષી રહ્યો છે. મોડાસા વિસ્તારોમાં તેજ ગતિના પવનને કારણે લોકોમાં ચિંતાનું વાતાવરણ ફેલાયું છે. અચાનક ભારે પવનના કારણે મોડાસા ચાર રસ્તા પર વાહન ચાલકો અને રાહદારીઓમાં અસમંજસમાં મુકાઈ ગયા છે. તો બાયડ-કપડવંજ હાઇવે પર વૃક્ષ ધરસાઈ થયું છે. અરજણવાવ શીત કેન્દ્ર પાસે વૃક્ષ લીમડાનું થયું ધરાશાઈ છે. વૃક્ષ ધરાશાઇ થતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.
મેઘરજના ઇસરી, રેલવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદ .શરુ થયો છે. મોડાસા, દઘળીયા, જંબુસર શામળાજી, ટીંટોઇ ઇસરોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, મોડાસા અને મેઘરજ પંથકના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
ચક્રવાત બિપરજોયનું લેન્ડફોલ કચ્છના દરિયાકાંઠે શરૂ થઈ ગયું છે. હાલમાં 115 થી 125 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જોકે, લેન્ડફોલ સમયે 150 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતની ધીમી પ્રગતિને કારણે આ પ્રક્રિયામાં ઘણો સમય લાગી રહ્યો છે.