દાહોદ સ્માર્ટ સીટી બનાવવા માટે આતુર બનેલા મહેસુલી તંત્ર સમક્ષ એક ચોંકાવનારો કિસ્સો એ બહાર આવ્યો છે કે રેવન્યુ રેકર્ડ ઉપર આવેલ ચંદન તલાવડી ક્યાં છે.? સ્થાનિક રહીશોના જણાવ્યા પ્રમાણે ચંદન તલાવડી ગોધરા રોડ ઉપર જામાં મસ્જીદની સામેના ભાગમાં આવેલ છે અને મહેસુલી તંત્રના સત્તાધીશો કોઈક અજ્ઞાત ઇશારાના પગલે ચંદન તલાવડીને ગરબાડા રોડ ઉપર શોધી રહયા હોવાના આશ્ચર્યજનક કિસ્સો આજકાલ દાહોદ વાસીઓમાં ઉત્સુકતા પૂર્વક ચર્ચાઈ રહયો છે.!!
દાહોદને સ્માર્ટ સીટી બનાવવા માટે ઝડપભેર ચાલી રહેલ કામગીરીઓમાં મહેસુલી તંત્રના તાબા હેઠળની અને પાલિકા તંત્રના તાબા હેઠળની સરકારી જમીનો શોધવામાં ચાલી રહેલા સંશોધનોમાં કેટલીક સરકાર હસ્તકની જમીનો ઉપર ગેરકાયદે દબાણો થયા હોવાના તારણો તપાસ દરમિયાન બહાર આવતા આ તમામને નોટીસો આપીને સરકારી જમીન મુક્ત કરાવવાના પ્રયાસો હાથ ધરાયા છે.આ સર્વે દરમિયાન મહેસુલી તંત્ર સમક્ષ એક ચોંકાવનારો કિસ્સો એ બહાર આવ્યો છે કે રેવન્યુ રેકર્ડ ઉપર સરકારી જમીનના નામે બોલતો ચંદન તલાવડી ક્યાં આવી છે. આ એક સંશોધન મુદ્દો મહેસુલી તંત્ર સમક્ષ આવ્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા પ્રમાણે ગોધરા રોડ ઉપર ચંદન તલાવડી હતી. પરંતુ તલાવડીની ખુલ્લી જગ્યા ન દેખાતા હવે મહેસુલી તંત્રના સત્તાધીશો ગરબાડા રોડ ઉપર ચંદન તલાવડીના અસ્તિત્વને શોધવાના પ્રયાસો શરૂ કર્યા હોવાની ચર્ચાઓએ દાહોદ વાસીઓમાં ભારે અચરજ ઉભું કર્યુ છે.!!
@mohsin dal, godhra