- વીજપુરવઠા અંગે ફરીયાદ કરવા અનેક ફોન કર્યા પણ કોઇ ઉપાડતુ નથી : ઉધોગકારો
- રોષેભરાયેલા ઉધોગકારો અને વેપારીઓએ રેલી યોજી વીજ કચેરીએ આવેદન પાઠવ્યુ જણાવ્યું કે અમારી માંગણી જો પૂરી કરવામાં આવે છે
- સમસ્યાનું નિરાકરણ નહી આવે તો તારીખ 1/7/23 તમામ ઉદ્યોગ બંધ કરીને ગાંધીજી ના માર્ગે ઉપવાસ આંદોલનની ચિમકી
@sachin pithva, surendranagar
થાનગઢમાં બે દિવસ વાવાઝોડાને લઇ વીજ સમસ્યાથી લોકો અને ઉધોગ કારો ત્રાસી ગયા હતા.વારંવાર વીજ જતી રહેતા 72 કલાકમાં 5 કલાક જ લાઇટ રહી હતી.આથી ઉધોગો બંધ રહેતા 100 કરોડ જેટલુ નુકશાન થતા વેપારી અને ઉધોગકારોએ વીજકચેરીએ આવેદન પાઠવ્યુ હતુ.
થાનગઢ તાલુકા શહેરની અંદર 300 વધારે સિરામિક ઉદ્યોગ આવેલા છે.વાવાઝોડાને પગે છેલ્લા 72 કલાકની અંદર પાંચ કલાક જ લાઈટ આવતા થાનગઢ સીરામીક 100 કરોડથી પણ વધારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો.જ્યારે મોટાભાગના વિસ્તારની અંદર પાવર બંધ થઇ જતા લોકોએ અનેક વખત ફોન કરતા અધિકારીઓ ફોન ન ઉપાડતા કે ફરિયાદ નો નંબર ન લાગતા રોષ ફેલાયો હતો.આથી ઉધોગકારો અને વેપારીઓ પીજીવીસીએલ કચેરીએ રજૂઆત કરવા રેલી યોજી પહોંચ્યા હતા.જ્યાં સિરામિક અમિતભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે થાનગઢ પીજીવીસી ની અંદર જો કર્મચારીને કે અધિકારીઓને પૈસા આપીએ તો વહેલું કામ થાય છે નહિતર કામ થતું નથી થાનગઢ સીરામીકેશનના પ્રમુખ સુરેશભાઈ સોમપુરા જણાવ્યું કે થાનગઢ વીજઓફીસની અંદર સારા અધિકારી ની જરૂર છે તાત્કાલિક ધોરણે સારા અધિકારી મૂકે એન્જિનિયરને બદલાવાની માંગ કરાઇ હતી. થાનગઢના ધર્મેશભાઈ પ્રજાપતિ જણાવ્યું છે કે થાનગઢના મોટાભાગના વિસ્તારની અંદર છેલ્લા 40 કલાક થી પણ વધારે સમયથી મોટાભાગના વિસ્તારની અંદર લાઈટો બંધ છે મોહ 200 થી વધારે ઘરમાં છેલ્લા 48 કલાકથી રીપેરીંગ થયુ નથી.જ્યારે ઉપપ્રમુખ શાંતિલાલ પટેલ, નાનજીભાઈ પટેલ, નીતિનભાઈ શાહ, અમિતભાઈ પ્રજાપતિ મુકેશભાઈ દલવાડી, પ્રદીપભાઈ ઠાકર જણાવ્યું કે થાનગઢની અંદર તમામ સિરામિક ની અંદર રોજના 8 થી 10 ટ્રિપિંગ આવે છે જો આનું નિરાકરણ નહીં આવે તો આવતા દિવસોની અંદર ગાંધીજીના ચંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરીશુ.
-72 કલાકમાં 1000 લીટર ડિઝલનો વપરાશ ફેક્ટરીમાં કરવો પડ્યો
72 કલાકમાં પાંચજ કલાક વીજ આવતા સીરામીક ઉધોગ ચલાવવો મુશ્કેલ બન્યો હતો. છેલ્લા 72 કલાકમાં 1000 લીટર થી પણ વધારે ડીઝલનો વપરાશ મારા ફેક્ટરી ની અંદર થઈ રહ્યો છે લાખો રૂપિયાનો નુકસાન જઈ રહ્યું છે.વીજકચેરીઅુ સૌથી વધારે ફોન કર્યા છે 10 દિવસ 10 વખત રૂબરૂ જઈ આવ્યા છે કોઈ જવાબ દેતુ નથી.
– પ્રદીપભાઈ ઠાકરે (સીરામીક ઉધોગકાર)
-નાયબ કાર્યપાલક ઇજનેર દોડી આવી બેઠક કરી
સ્થિતિની જાણ થતા કાર્યપાલક એન્જિનિયર સુરેન્દ્રનગર એચ.પી.રાવલ થાન દોડી આવ્યા હતા.જ્યાં ઉધોગકારો અને વેપારી મીટીંગ કરી હતી.જેમાં થાન પીજીવીસીએલ એન્જિનિયર મિસ્ત્રીને સુચના આપી થાનગઢના તમામ પ્રશ્નો ટૂંક સમયની અંદર નિરાકરણ લાવવામાં આવશે સાંજ સુધીની અંદર તમામ વિસ્તારની અંદર લાઈટ ચાલુ કરી દેવામાં આવશેનુ જણાવ્યુ હતુ.