@chetan parmar, keshod
મેંદરડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો દ્વારા હોશેહોશે વાવણીના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે, મેંદરડા પંથકમાં સારા એવા વરસાદથી ખેડૂતો વાવણીના કામમાં લાગી ગયા છે, મેંદરડા સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં સોયાબીન નું વધુ પ્રમાણમાં વાવેતર જોવા મળી રહ્યું છે,
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં પણ બીપરજોય વવાઝોડા ની સાથે સાથે વરસાદ વરસતા અચાનક વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાનુ આગમનથી મેંદરડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ થતા અનેક વિસ્તારોમાં ખેડુતોએ વરસાદનાં વિરામ બાદ વાવણીના શ્રી ગણેશ કર્યા છે.
મેંદરડા શહેરના લગભગ ગ્રામ્ય વિસ્તારોમાં દર વખતે મગફળીનું વાવેતર વધુ પ્રમાણમાં જોવા મળતું હતું જેને લઇ આ વખતથી સમગ્ર મેંદરડા પંથકમાં આ વખતે મગફળીમાં વધુ ખર્ચાળ હોવાથી સોયાબીન નું વાવેતર વધુ પ્રમાણમાં થયું હોવાનું એક જાગૃત ખેડૂત પરસોતમભાઈ ઢેબરીયાએ જણાવ્યું છે
મેંદરડા પંથકમાં તમામ ખેડૂતો આજરોજથી જ ખેતીનાં નવા કામમાં લાગી ગયા છે આજરોજથી ખેડુતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જુનાગઢ જિલ્લાના ઘણા એવા વિસ્તારો હતા કે જેમાં ભીમ અગિયારસના દિવસે વાવણીના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા ત્યારે આ વખત જૂનાગઢના કેશોદ,માળીયા,મેંદરડા સહિત ના ઘણા બધા મોટા ભાગના વિસ્તારોમાં ભીમ અગિયારસ બાદ સમગ્ર પંથકમાં વાવણી લાયક વરસાદ થયો છે તો ખેડૂતો પણ પોતાના ખેતરમાં વાવણી કરતા નજરે પડી રહ્યા છે
મેંદરડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આ વખત મોટી સંખ્યામાં ખેડુતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા હતા.
પરસોતમભાઈ ઢેબરીયાના જણાવ્યા અનુસાર આ વખત મેંદરડા સહિત આજુબાજુના વિસ્તારોમાં ધરતીપુત્ર હોંશે હોંશે મગફળી સોયાબીનનુ વાવેતર કરી રહ્યા છે જેમાં આ વર્ષે સોયાબીન નું વાવેતર વધારે જોવા મળી રહ્યું છે કારણ કે મગફળીમાં મુંડા, ભૂંડોથી વધારે નુકસાન થાય છે અને વધુ ખર્ચાળ હોવાથી મોટાભાગના ખેડૂતોએ સોયાબીન નું વધુ પ્રમાણમાં આ વખત વાવેતર કર્યું છે ખેડુતોને ખેતરોમાં વાવણીના શ્રી ગણેશ કરવામા મશગુલ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ વાવાઝોડાની અસરથી તાલુકા ભરમાં ઓછા વધુ પ્રમાણમાં વરસાદ થયોછે ક્યાંય નદી નાળા કે ડેમો છલકાયા તો ક્યાંય ખેતરોમાં તો કોઈ રસ્તાઓમાં પાણી વહેતા થયા હતા
ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થવાથી અનેક વિસ્તારોમાં વાવણી શરૂ થતા ખેડુતોમાં આનંદની લાગણી પણ જોવા મળી રહીછે.