મોરબીના જેતપર પાસે નદીમાંથી રેતીનું ગેરકાયદે ખનન! ૩૮.૨૪ લાખની ખનીજ ચોરીનો પોલીસ માં ગુનો નોંધાયો!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી તાલુકાના જેતપર ગામ પાસેથી પસાર થતી ઘોડાધ્રોઈ નદીના પટમાંથી કુલ મળીને ૧૧,૩૦૦.૨૮ મેટ્રિક ટન સાદી રેતીની ચોરી કરવામાં આવેલી છે જે અંગે રેતી ચોરી તેમજ દંડની રકમ અને મશીનરી સહિત ફૂલ મળીને ૩૮.૨૪ લાખ રૂપિયાની ખનીજ ચોરીની હાલમાં ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થયેલી વિગત મુજબ
મોરબી શહેરના વિસ્તારમાં જિલ્લા સેવા સદનમાં સ્થિત ભૂસ્તરશાસ્ત્રીની કચેરીના માઈન્સ સુપરવાઇઝર મિતેશભાઈ રામભાઈ ગોજીયા એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયેશભાઈ પોપટભાઈ પાનસુરીયા રહે. અમરગઢ જિલ્લો રાજકોટ વાળાની સામે ખનીજ ચોરીની ફરિયાદ નોંધાવીને જણાવ્યું છે કે મોરબી તાલુકાના જેતપર ગામ પાસેથી પસાર થતી ઘોડાધ્રોઈ નદીના પટમાંથી આરોપીએ સાદી રેતી ૧૧,૩૦૦.૨૮ મેટ્રિક ટન બિનઅધિકૃત રીતે ઉપાડી લીધેલી છે. જેથી પ્રતિ ટનના ૨૪૦ રૂપિયા લેખે ૨૭ લાખ,૧૨ હજાર ને ૦૬૮ રૂપિયા તેમજ બે લાખ રૂપિયાની કિંમતનું મશીન અને પર્યાવરણને નુકસાનીની વળતર માટે તેને સાદી રેતીના પ્રતિ ટનના ૨૪૦ રૂપિયાના ૪૧ ટકા લેખે ૧૧ લાખ,૧૧ હજાર,૯૪૮ રૂપિયા આમ કુલ મળીને ૩૮ લાખ,૨૪ હજાર નેં,૦૧૬ રૂપિયાની કિંમતની ખનીજ ચોરી કરેલી છે તે પ્રકારની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આઇ.પી.સી. કલમ-૩૭૯ તથા ધ માઇન્સ એન્ડ મીનરલ્સ (રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ) એકટ-૧૯૫૭ ની કલમ ૪(૧), ૪(૧)(એ), ૨૧(૧) (૨) (૩) (૪) (૫) (૬) તથા ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-૨૦૧૭ના તથા જી.એમ.એમ.સી.આર- ૨૦૧૭ ના નિયમો મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.