@chetan parmar, keshod
તાલાલા ગીરની કેસર કેરી ની જેમ કચ્છ ની કેસર પણ વિશ્વ વિખ્યાત છે. ત્યારે તેની વિશ્વ ભર માં માંગ છે. અત્યાર સુધી ક્યારેય ગુજરાત થી સીધી કેસર કેરી અમેરિકા નિકાસ થતી ન હતી. પણ ગુજરાત સરકાર ના સહયોગથી આ વર્ષથી રડિયેશન પ્લાન્ટ ઊભો કરવાંમાં આવ્યો છે. જેથી હવે આ શક્ય બન્યું છે. તાલાલા તાલુકાના જશાપુર ગીરના ચેતન કાનજીભાઇ મેંદપરા યુવાન ઉદ્યોગસાહસિક એ પ્રથમ વખત કચ્છની કેસર કેરીની અમેરિકામાં નિકાસ કરી છે.
અમેરિકા મોકલાતી આ કેસર કેરી ને 3 kg. માં પેક કરવા માં આવે છે. અને ત્યાં તેના અંદાજે 1600 થી 1800 એક બોક્સના ભાવ મળે છે. અમેરિકા જેવા દેશ માં નિકાસ કરવા માટે બોવ જ અઘરા નિયમો નું પાલન કરવું પડતું હોય છે જો કોઈ એકાદ ચૂક રહી ગય તો પુરે પૂરું Consignment રિજેક્ટ થતું હોય છે.
કચ્છ અને તલાલાની કેરીમાં ફરક
કચ્છની કેસર કેરીમાં ગીરની કેરી કરતા પણ વધારે મીઠાશ હોય છે, જેની પાછળનું કારણ અહીંની ભૌગોલિક પરિસ્થિતિ અને અહીંનું વાતાવરણ છે. કચ્છની આબોહવા અને જમીનની ફળદ્રુપતા જુદી હોવાથી કેરીના સ્વાદમાં મીઠાશ પણ વધારે હોય છે.
કહેવાય છે કે, કચ્છ રણ પ્રદેશ હોવાના કારણે અહીં કેસર કેરીને ખૂબ ગરમાવો મળે છે અને સમગ્ર ગુજરાતમાં વરસાદ શરૂ થયા બાદ અહીં વરસાદ આવતા કચ્છની કેસર કેરી લાંબા સમય સુધી પાકે છે.