રથયાત્રાને આડે હવે માત્ર ગણતરીના કલાકો બચ્યા છે, ત્યારે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં આવેલ શ્રી રણછોડજી મંદિર ખાતેથી નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહૌલમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
પંચમહાલ જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં શ્રી રણછોડજી મંદિર ખાતેથી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.રણછોડજી મંદિર ખાતેથી નીકળીને રથયાત્રાના સંપૂર્ણ રૂટ પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક પી.આર. રાઠોડ, એલ.સી.બી. પી.આઈ.એન.એલ દેસાઈ, અઝ.ઓ.જી. પી.આઈ.આર.એ. પટેલ સહીત ગોધરા શહેર એ ડિવિઝન પી.આઈ.આર.એમ. સંગાડા અને શહેર બી ડિવિઝન પી.આઈ. આર.કે.રાજપૂત સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહયા હતા.
@mohsin dal, godhra