ભારતીય ક્રિકેટ (cricket) ટીમના કેટલાક ખેલાડીઓ વિદેશી ટીમ તરફથી રમે છે. તે ખેલાડી જે ભારતમાં જન્મ્યા હોય અથવા તેમના પેરેન્ટ્સ પણ ભારતીય મૂળના છે. તે ખેલાડી આજે બીજા દેશ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (cricket) રમી રહ્યા છે. આવો જ એક ભારતીય મૂળનો ખેલાડી આજે દુનિયાના સૌથી મોટા દેશ અમેરિકાનો કેપ્ટન બની ગયો છે. અમે વાત કરી રહ્યા છીએ 30 વર્ષના તે ખેલાડી વિશે જે આણંદમાં જન્મ્યો હતો પરંતુ હવે અમેરિકા તરફથી ક્રિકેટ રમી રહ્યો છે.
america નો કેપ્ટન છે આણંદનો મોનાંક પટેલ
આઇસીસી world cup 2023 માટે ક્વોલિફાઇંગ રાઉન્ડ શરૂ થઇ ગયો છે. હરારેમાં યૂનાઇટેડ સ્ટેટ્સ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ક્વોલિફાઇંગ રાઉન્ડની મેચ રમાઇ હતી. જેમાં ગુજરાતી મોનાંક પટેલ અમેરિકાની કેપ્ટન્સી કરતો હતો. કોઇ પણ ખેલાડી માટે કોઇ દેશના કેપ્ટન બનવુ એક ઇજ્જતની વાત છે.
મોનાંક પટેલ આણંદમાં જન્મ્યો હતો. કેટલાક વર્ષ પછી તે ભારત છોડીને અમેરિકા જતો રહ્યો હતો, પછી તેને ત્યાંથી ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યુ હતુ. વર્ષ 2019માં તેને યૂનાઇટેડ સ્ટેટ્સ માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યુ હતુ. હવે મોનાંક પટેલ આઇસીસી વર્લ્ડકપ 2023 ક્વોલિફાઇંગ રાઉન્ડ માટે યૂનાઇટેડ સ્ટેટ્સની કમાન સંભાળી રહ્યો છે. આ સાથે જ મોનાંક પટેલ અઠવાડિયામાં ત્રણ વખત બાળકોને કોચિંગ પણ આપે છે.
મોનાંક પટેલની કેપ્ટન્સીમાં અમેરિકાનો પ્રથમ મેચમાં વેસ્ટ ઇન્ડીઝ (west indies) સામે 39 રને પરાજય થયો હતો. હવે અમેરિકાની ટીમ મંગળવારે નેપાળ સામે વર્લ્ડકપ ક્વોલિફાયરની બીજી મેચ રમશે.
અત્યાર સુધી આવી રહી છે કરિયર
ભારતીય મૂળના મોનાંક પટેલે વર્ષ 2019માં અમેરિકા માટે પોતાનું ડેબ્યૂ કર્યુ હતુ, ત્યારથી લઇને અત્યાર સુધી તે 44 વન ડે મેચ રમી ચુક્યો છે જેમાં 34.25ની એવરેજથી બેટિંગ કરતા તેને 1370 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટથી 2 સદી અને 9 અડધી સદી પણ ફટકારી છે. આ દરમિયાન તેને 8 ટી-20 મેચમાં 18.5ની એવરેજથી બેટિગ કરતા 148 રન બનાવ્યા છે.